સોમનાથ જિલ્લાના રોજગાર વાંચ્છુ યુવક- યુવતિઓ માટે યોજાશે ભરતી મેળો

વેરાવળ તા.28
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ, ગુજરાત રાજય, ગાંધીનગર સંચાલિત, જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથ દ્વારા જિલ્લાના રોજગાર વાચ્છું યુવક-યુવતીઓ માટે જિલ્લા કક્ષાના ખાનગી ઓધોગિક ભરતી મેળાનું અને સ્વરોજગાર શિબિરનું તા.30 ના રોજ બપોરે બાર કલાકે, ગવર્મેટ સાયન્સ કોલેજ, રાજેન્દ્ર ભુવન રોડ, વેરાવળ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં સ્થાનિક અને અન્ય ખાનગી કંપનીઓ ભાગ લેવાની છે જે અંતર્ગત ધો.10 થી ગ્રેજ્યુએટ, 18 થી 35 વર્ષની ઉમર ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકનાર હોવાનું જિલ્લા રોજગાર અધિકારી ધોળકિયાની યાદીમાં જણાવેલ છે.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના અન્વયે બેઠક યોજાઇ
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના અન્વયે જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે અધિક કલેકટર જે.એસ.પ્રજાપતીના અધ્યક્ષ સ્થાને સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાયેલ જેમાં ગીર સોમનાથ જિલ્લામાં વસતા શ્રમયોગીઓ અને નાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ વધુમાં વધુ આ યોજનાનો લાભ લેવા માટે તેઓએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં સંયુક્ત શ્રમ અધિકારી શિહોરા, જિલ્લા રજીસ્ટ્રાર કાસુન્દ્રા, ડો.બામરોટીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ