જુનાગઢ તા.28
ચીનમાં કોરોનાના કહેરમાં ફસાયેલા જુનાગઢના 6 પૈકી 4 વિદ્યાર્થીઓને સરકારની મદદથી વતન પરત ફરતા તેમના વાલીઓએ હાશકારો અનુભવ્યો છે. જુનાગઢમાં રહેતા મોનાર્ક સાવલીયા ચીનમાં અભ્યાસ કરવા માટે ગયેલ, હાલમાં તે એમબીબીએસના ફાઈનલ ઈયરમાં અભ્યાસ કરતો હતો ત્યારે છેલ્લા 15 દિવસથી ચીનમાં ફેલાયેલ કેરોનાના કહેરના કારણે માનાર્ક સહિતના જુનાગઢના અનેક વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા હતા. કારણ કે જીવલેણ આ રોગના કારણે ભારત સહિતના દેશોમાંથી અભ્યાસ કરવા ચીનમાં રહેલા વિદ્યાર્થીઓને તાત્કાલીક ભારત ફરવા ચીન સરકાર અને ત્યાની યુનિ. દ્વારા આદેશ કરવામાં આવતા વિદ્યાર્થી મુંઝવણમાં મુકાયા હતા અને ખોરાક સહિત જીવન જરૂરી વસ્તુઓ વગરના થઈ ગયા હતા.
દરમિયાન ચીનમાં ફેલાયેલ કોરોનાના ભયંકર વાયરસની જાણ જુનાગઢમાં વાલીઓને થતા વાલીઓ ચીંતાતુર બન્યા હતા અને પોતાના સંતાનો હેમખેમ ઘરે પહોંચે તે માટે પોતાના સંતાનોને ભારતમાં પરત ફરે તે માટે સરકારમાં રજુઆતો કરી હતી. ત્યારે રાજય સરકારે ભારતના વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કરી ગુજરાતના વિદ્યાર્થીઓને ચીનમાંથી ભારત લાવવા વીઝા સહિતની જરૂરી સગવડતાઓ તાત્કાલીક કરી આવતા જુનાગઢના 6 પૈકી 4 વિદ્યાર્થીઓ તથા રાજકોટના 11 વિદ્યાર્થીઓ પોતાના સ્વગૃહે પરત પહોંચ્યા હતા.
ચીનના કોરોનાના કહેરથી બચી હેમખેમ જુનાગઢ પહોંચેલા પોતા સંતાનોને જોઈ પરીવારજના પહેલા દુ:ખના ચોધાર આંસુએ રડતા હતા તેની આંખોમાં હર્ષના આંસુઓથી ઉભરાઈ ગયા હતા.
