જૂનાગઢ તા.29
જૂનાગઢ જિલ્લાનાં 10 તાલુકામાં સમયાંતરે મતદારયાદીની સુધારણાની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બ્લોક લેવલ ઓફીસર, સુપરવાઈઝર તથા શ્રેષ્ઠ નાયબ મામલતદારનું જિલ્લા કલકેટર દ્વારા પ્રમાણપત્ર આપી બહુમાન કરાયુ હતુ.
આ તકે જૂનાગઢ શહેર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર (મતદારયાદી) તરીકે ફરજ બજાવતા જયેશ દઢાણીયાની જિલ્લામાં શ્રેષ્ઠ નાયબ મામલતદાર તરીકે પસંદગી થતાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૈારભ પારઘીએ પ્રશસ્તીપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ ઊપરાંત શ્રેષ્ઠ સુપરવાઈઝર તરીકે પ્રજાપતિ દિલીપ, જે.એન.નંદાસણા, રાકેશ વઘાસિયા, જી.બી. કરકર, લક્ષમણભાઇ જાદવને સન્માનિત કરાયા હતા.
જ્યારે શ્રેષ્ઠ બી.એલ.ઓમાં નિમાવત સુરેશભાઇ, સુખાનંદી હિતેન્દ્રભાઇ, પાતળ ઊકાભાઇ, જોષી ચેતનાબેન, ચૈાહાણ કિરીટભાઇ, મકવાણા કિરીટભાઇ, સોલંકી ઈશ્વરભાઇ, વાઢેર ધર્મેશભાઇ, ડાંગર જગદિશભાઇ, પી.એસ.સવાણી, સિસોદિયા દિનેશભાઇ, જોષી આર.એચ, સેવાદાસ મુરારી, પ્રદિપભાઇ ભરાડ, અને ભાવિક જોષીને સન્માનિત કરાયા હતા.
