જૂનાગઢની સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટરમાં 2,429 દર્દીઓને સારવાર અપાઇ

એ.આર.ટી સેન્ટર દ્વારા દર્દીઓની સારવાર તથા એઇડ્સ તથા જાતીય રોગો અંગે લોક જાગૃતિ કાર્યક્રમો અને વિવિધ સ્પર્ધાઓના થતા આયોજનો

આજે વિશ્વ એઇડ્સ દિવસ છે. ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટરમાં 2,429 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે જુનાગઢ જિલ્લામાં સને 2023/24 દરમિયાન લગભગ 40 હજાર જેટલા લોકોનું જનરલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી 36 મહિલાઓ અને 93 પુરુષો મળી કુલ 129 દર્દીઓમાં એડ્સના લક્ષણો જોવા મળતા તેમની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જુનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી જાણવા મળી રહ્યું છે.
સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા એઇડ્સના રોગને નાથવા અનેક જાગૃતિ કાર્યક્રમની સાથે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પણ એઆરટી સેન્ટર દ્વારા દર્દીઓની સારવાર તથા એઇડ્સ તથા જાતીય રોગો અંગે માહિતગાર કરવાની સાથે લોક જાગૃતિ કાર્યક્રમો અને વિવિધ સ્પર્ધાઓના પણ આયોજન જેવી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢની શિબિર હોસ્પિટલના એઆરટી સેન્ટર દ્વારા એક વર્ષ દરમિયાન જિલ્લામાં 71,580 લોકોનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 134 દર્દીઓમાં એઇડ્સના લક્ષણો જોવા મળતા તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2024/25 દરમ્યાન 32,284 સગર્ભા મહિલાઓનું એએનસી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પ મહિલાઓમાં એઇડ્સના લક્ષણો જોવા મળ્યા હતા, આ ઉપરાંત 39,296 લોકોનું જનરલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાંથી 36 મહિલાઓ અને 93 પુરુષો સહિત કુલ 129 લોકોમાં એઇડ્સના લક્ષણો સામે આવતા તેમની પણ તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હોવાનું જુનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા જાણવા મળી રહ્યું છે.
જુનાગઢ જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એઆરટી સેન્ટર કાર્યરત છે અને ખૂબ સારી રીતે આ સેન્ટર દ્વારા 2,329 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની સાથે વિવિધ દર્દીઓ અને લોકોના એચઆઈવી રોગના લક્ષણોનું ચેક અપ પણ કરવામાં આવે છે તથા લોકોમાં અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. ડો. કૃષાર્થ બ્રહ્મભટ્ટના વધુમાં જણાવ્યા અનુસાર, એડ્સ એ કોઈને અડવાથી થતો કોઈ ચેપી રોગ નથી, પરંતુ આ રોગનો કોઈ રીતે ચેપ લાગવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ક્રમશ: ઘટતી જાય છે, પરંતુ રોગની ચકાસણી કરી યોગ્ય અને જરૂરી સારવાર નિયમિત રીતે કરવામાં આવે તો દર્દી ખૂબ સારી રીતે રોજિદુ જીવન જીવી શકે છે.

રિલેટેડ ન્યૂઝ