જુનાગઢમાંથી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી

રૂ. 11,14,950 નો મુદામાલ પકડી પાડી, 8 આરોપીઓને ઝડપી લીધા : દેશી દારૂ મંગાવનાર રાજકોટના શખ્સનુ નામ ખુલતા આરોપીને પકડી પાડવા તજવીજ

જૂનાગઢના પંચેશ્વર મહાદેવ મંદીરની નીચે કાળવા નદી વોકળાનાં કાઠે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ એ રાત્રિના પોણા ત્રણ વાગ્યાના અરસામાં દરોડો પાડી, પ્રોહીબીશન પ્રતિબંધીત ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી, દેશી દારૂ, દારૂ બનાવા વપરાતી ચીજ વસ્તુઓ, દારૂની હેરાફેરી માટે વપરાતા વાહનો, મોબાઈલ મળી કુલ રૂ. 11,14,950 નો મુદામાલ પકડી પાડી, 8 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે દેશી દારૂ મંગાવનાર રાજકોટના શખ્સનું નામ ખુલતા આ આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.
ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ એ રાત્રિના પોણા ત્રણ વાગ્યાના અરસામાં જૂનાગઢના પંચેશ્વર મહાદેવ મંદીરની નીચે કાળવા નદી વોકળાનાં કાઠે દરોડો પાડી, પ્રોહીબીશન પ્રતિબંધીત ગેરકાયદેસર દેશી દારૂની હેરાફેરી કરતાં દેશીદારૂ લીટર 1755 કિ. રૂા. 3,51,000, દેશીદારૂ ગાળવાનો વોશ લીટર 9820 કિ. રૂ.2,45,500 ગેસના ચુલા નંગ-4, મીઠાની મોટી થેલીઓ નંગ-17, ગેસનાં બાટલા નંગ-15, એલ્યુમીનીયમનાં તગારા નંગ-3, પાણીનો દેડકો નંગ-1, મોટર ચલાવવા માટેનો વાયર તથા બોર્ડ, ગોળનાં ડબ્બા, ઇસ્ટનાં બોક્ષ નંગ-3, ખાલી બેરેલો નંગ-13, 200 લીટરની ટાંકી નંગ-1, પતરાનાં ડબ્બા નંગ-8, તથા ફોર વ્હીલ વાહન નંગ-3 કી..રૂ. 3,00,000 ટુ-વ્હિલ વાહન 6 કિ.રૂા.1,20,000 તેમજ મોબાઇલ ફોન નંગ-10 કિ. રૂા.45,500 અને રોકડા રૂ. 2750 મળી કુલ રૂ. 11,14,950 નો મુદામાલ રેઇડ દરમ્યાન મળી આવતા જપ્ત કર્યો હતો
સ્ટેટ મોનીટરીંગ સેલ એ પ્રોહીબીશનની આ રેઇડ દરમિયાન દેશીદારૂની ભઠ્ઠી ચલાવનાર મુખ્ય આરોપી જૂનાગઢના પંચેશ્વર વિસ્તાર રબારી વાસમાં રહેતા ત્રણ સગા ભાઈઓ એવા ગોવિંદ ઉર્ફે અબલુ નારણભાઇ મોરી, રાજુભાઇ નારણભાઇ મોરી તથા કૌશીકભાઇ નારણભાઇ મોરી, દેશી દારૂ ખરીદનાર અતુલભાઇ ઉર્ફે અજીતભાઇ મનુભાઇ ખરેડ (રહે. પાદર ચોક વિસ્તાર વિજાપુર), દેવેન્દ્ર ઉર્ફે દેવાભાઇ રાજુભાઇ મોરી, ભઠ્ઠીમાં મજુરી કરનાર યશ પોલાભાઇ મોરી, (રહે. પંચેશ્વર વિસ્તાર રબારી વાસ જુનાગઢ), ગીગનભાઇ માંડાભાઇ ગળચર (રહે.પંચેશ્વર વિસ્તાર રબારી વાસ જુનાગઢ) માંડાભાઇ કારાભાઇ મોરી (રહે.પંચેશ્વર વિસ્તાર રબારી વાસ જુનાગઢ) ને પકડી પાડ્યા હતા. જ્યારે પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો ખરીદનાર આવનાર ગોગન ગઢવી (રહે. મેટોડા જીઆઇડીસી રાજકોટ) હાજર નહિ મળી આવતા તમામ સામે જુનાગઢ એ ડિવિઝન પોલીસમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, અને દેશી દારૂ મંગાવનાર રાજકોટના શખ્સને પકડી પાડવા તજવીજ હાથ ધરાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવનાર રાજકોટનો આરોપી ગોગન ગઢવી તથા જૂનાગઢના આરોપી ગોવિંદ ઉર્ફે અબલુ નારણભાઇ મોરી, રાજુભાઇ નારણભાઇ મોરી,અતુલભાઇ ઉર્ફે અજીતભાઇ ખરેડ સહિતના આરોપીઓ અવાર નવાર પ્રોહીબિશન ભંગના ગુન્હાઓ કરી, તમામ આરોપીએ સંગઠીત થઈ અને ગેરકાયદેસર રીતે દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ