18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા ભારતભરના 541 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2026 તા.1 ફેબ્રુઆરીના રોજ યોજાશે, રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં દેશના જુદા જુદા રાજ્યોના કુલ 4 કેટેગરીમાં 541 સ્પર્ધકો ભાગ લેશે.
આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓ 196, જુનિયર ભાઈઓ 134, સિનિયર બહેનો 120 અને જુનિયર બહેનો 91 એમ એકંદરે કુલ- 541 સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે જોમ જુસ્સા સાથે દોડ લગાવશે.
ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ભારત ભરના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા તા.01- 02- 2026ના રોજ સિનિયર – જુનિયર ભાઈઓ માટે ભવનાથ તળેટી થી અંબાજી મંદીર 5500 પગથીયાં સુધી અને સિનિયર – જુનિયર બહેનો માટે ભવનાથ તળેટીથી માળી પરબ સુધી 2200 પગથીયાં સુધી યોજાશે. જેમાં ભારતના જુદા-જુદા 12 રાજયોમાંથી 541 અરજી ફોર્મ પસંદગી પામેલ છે.
આ સ્પર્ધામાં ગુજરાત રાજયના 5 જુદા-જુદા સ્થળ જેવા કે ઓસમ, ચોટીલા, ઇડર, પાવગઢ અને પારનેરા પર્વત ખાતે યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 10 વિજેતાઓ અને રાજયકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 25 વિજેતાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધાની તૈયારીના ભાગ રૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ 08 (આઠ)સમિતીની રચના પણ કરવામાં આવી છે.
આ સ્પર્ધા માટે પસંદગી પામેલ અને નાપસંદગી પામેલ ખેલાડીઓની યાદી ઋફભયબજ્ઞજ્ઞસ ઈંમ -ઉુમજ્ઞ ઉીંક્ષફલફમવ પર મુકવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ 30 જાન્યુઆરી 2026 ના રોજ સિનિયર જુનિયર ભાઈઓ/બહેનો માટે સનાતન ધર્મશાળા ભવનાથ તળેટી ખાતે રિપોર્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપરાંત તા.30 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2026 સુધી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીઓએ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
