કુદરતના ખોળે પથરાયેલ લીલોતરી ચાદર મા પથરાયેલું ગીરનું જંગલ હંમેશા વન્ય વૃક્ષો ભરેલો રહેતો હોય ગીર નેશડા વચ્ચે ખળખળ વહેતી નદી ના નિર વન્યજીવન સાથે વાતો કરતા હોય આવા કુદરતી વાતાવરણ વચ્ચે ગીર નુ વન્ય વિસ્તાર વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આમ તો ગીર જંગલ રહેલાં વનરાજા ના અનેક વિડીયો તસવીરો છાશવારે સોશિયલ મીડિયા પર વાઇરલ થતી રહેછે પરંતુ આ અનોખો વિડીયો છે જેણે વન્યપ્રેમીઓના દિલ જીતી લીધા છે. આ તસવીરો મા એક સિંહણ તેના બે માસૂમ બચ્ચા સાથે જંગલની નદી પાર કરતી જોવા મળી રહી છે.જે માતૃત્વ ના સાહસનો સંગમ કહી શકાય!વાસ્તવિક જોઈ શકાય છે કે, જંગલ વિસ્તારમાંથી પસાર થતી એક નદીમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. સિંહણ અને તેના બે સિંહબાળ નદીના કાંઠે પહોંચે છે. સામે કાંઠે જવા માટે ‘જવાબદાર માતા’ની ભૂમિકા ભજવતી સિંહણ તેના બાળ ને સલામત રીતે નદી પાર કરતી જોવા મળે છે. પોતાના બચ્ચાઓ પાણીમાં સુરક્ષિત રીતે પસાર થઈ શકે તે માટે સિંહણ પહેલા પોતે પાણીમાં ઉતરેછે.પાણી ની ઊંડાઈ માપતી વખતે સિંહણ વારંવાર પાછળવળીને પોતાના બચ્ચાઓ તરફ જુએ છે, જાણે તેમને હિંમત આપી રહી હોય. માતાને પાણીમાં ઉતરતી જોઈ, બંને સિંહબાળ પણ પક્ષીઓના કલરવ વચ્ચે ધીમે-ધીમે નદી ના પાણીમાં ડગલાં માંડે છે અને સફળતાપૂર્વક સામે કાંઠે પહોંચે છે.
વન વિભાગની શું હતી પ્રતિક્રિયા
આ મનોહર દૃશ્યો કોઈ પ્રવાસીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. આ અંગે જ્યારે વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પુષ્ટિ કરી હતી કે આ વીડિયો ગીર જંગલનો જ છે. જોકે, સિંહોની સુરક્ષા અને પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ વીડિયો ક્યાર ચોક્કસ સમય અને વિસ્તાર (રેન્જ) નો છે તે જણાવવાનું ટાળ્યું હતું.
વન્યપ્રાણીઓની શિસ્તબદ્ધ જીવનશૈલી પ્રવાસીઓ માટે આકર્ષણ રહ્યું છે!!
જંગલના શાંત વાતાવરણમાં સિંહ પરિવારની આ મસ્તી અને શિસ્તબદ્ધ જીવનશૈલી જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા છે. ગીરના ઘરેણાં સમાન એશિયાટિક સિંહોના આવા વીડિયો વારંવાર સાબિત કરે છે કે ગીર કેમ સિંહો માટે વિશ્વનું સર્વશ્રેષ્ઠ નિવાસસ્થાનમાનવામાં આવે છે
