પોલીસે રૂા.2.35 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે શીલના મીતી ગામે વાડીના મકાનમાં ચાલતા જુગાર અખાડા પર દરોડો પાડી, એક મહિલા સહિત પાંચને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે શીલ પોલીસ તાબા હેઠળના મીતી ગામે કેશવ અરજણભાઈ ઓડેદરાની વાડીના મકાને જુગાર અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા, વાડી માલિક સહિત જુગાર રમતા આવેલ હાજા ઉર્ફે ભાવેશ માલદેભાઈ ઓડેદરા, કાના માલદેભાઈ પરમાર, ગાંગા લખમણભાઈ મંડેરા તથા રાજીબેન બાલુભાઈ પરમારને રૂા.1,10,500 રોકડ, નાલના રૂા.7000, 4 મોબાઈલ, 3 મોટર સાયકલ મળી કુલ રૂા.2,32,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
