જૂનાગઢમાં જૂગાર રમતા 8 ઈસમને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા

રૂા.3.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

જૂનાગઢના ઘાંચીપટ્ટમાં આવેલ અલ અમીન એપાર્ટમેન્ટમા જુગાર રમતા 8 ઇસમોને રોકડ રૂ. 68,600 તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ. 3,94,600 ના મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ એ પકડી જુગારધારા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ કૃણાલ એમ. પટેલ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ જુગારની બદી નેસ્તનાબુદ કરવા અને કડક હાથે કામ લેવા સતત વોચ તપાસમાં હોય, દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.સબ ઇન્સ. ડી.કે. પટેલ તથા પો.હેડ કોન્સ. જીતેષભાઇ મારૂ, પો.કોન્સ. અનીલભાઇ જમોડ, અરવિંદભાઇ સોલંકી, દેવેનભાઇ સિંધવને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, જુનાગઢ, ઘાંચીપટ્ટ, કલેકટર કચેરીની પાછળ આવેલ અલ અમીન એપાર્ટમેન્ટ, બ્લોક નં.101 માં રહેતો શબ્બીર નુરમહંમદ પડાયા પોતાના કબ્જા ભોગવટાના મકાને બહારથી માણસોને બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી, તીનપતી નામનો જૂગાર રમી રમાડી, પોતાના આર્થીક ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.
જે બાતમી હકિકત આધારે ક્રાઈમ બ્રાન્ચે રેઇડ કરતા પૈસાની હારજીતનો જુગાર રમતા શબ્બીર નુરમહંમદભાઇ પડાયા, અશરફભાઇ સત્તારભાઇ સર્વદિ, ઇલિયાસ આદમભાઇ અમરેલીયા, મુક્તાર અબ્બાહસન પડાલીયા, જુબેરભાઇ અમીનભાઇ ઘુમલીયા, સાહીલ કાસમભાઇ ગુજરાતી, ઇલ્યાસ અબ્દુલમજીદ વીંછી તથા હનીફભાઇ લતીફભાઇ પરમાર રોકડા રુપીયા સાથે જુગાર રમતાં મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે રોકડા રૂ. 68,600, મો.સા. નંગ 3, મોબાઇલ ફોન 7 મળી કુલ રૂા. 3,94,600 ના મુદામાલ સાથે 8 ઇસમોને પકડી પાડી, જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ