પ્રેમીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
માંગરોળ તાલુકાના મક્તુપુર ગામે લગ્ન પહેલાના પ્રેમ સબંધમાં પત્ની હજુ પણ પ્રેમી સાથે વાતો કરતી હોય તેનું મનદુ:ખ રાખી, પતિએ પ્રેમી યુવકને છરી વડે ઇજાઓ કરી, ઢીકા પાટૂનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં રાવ થવા પામી છે. પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, માંગરોળ તાલુકાના મક્તુપુર ગામે રહેતા ફરિયાદી વિજયભાઇ ઉર્ફે નિલેશ સીદીભાઇ ઘોડાદ્રા (ઉ.વ.27) ને મક્તુપુર ગામના જ જિગરભાઇ નીતીનભાઇ વાજાની પત્નિ સાથે આરોપીના લગ્ન પહેલા પ્રેમ સબંધ હોય અને આરોપી જિગરભાઇની પત્નિ હજુ પણ ફરીયાદી વિજયભાઇ ઉર્ફે નિલેશ સાથે ફોનમાં વાતચીત કરતી હોય, જે બાબતનુ આરોપી જિગરભાઇએ મનદુખ રાખી, ફરીયાદી વિજયભાઇ ઉર્ફે નિલેશને છરી વડે નાની મોટી ઇજાઓ કરી, ઢીકા પાટૂનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
