ધર્મપ્રેમી જનતાને યજ્ઞનો લાભ લેવા આમંત્રણ
અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને પંચઅગ્નિ અખાડાના સભાપતિ મુક્તાનંદ બાપુનો આગામી રવિવારે 68મો પ્રાગટ્ય દિવસ છે. આ અવસરને દેશ-વિદેશમાં વસતા સેવક સમુદાય દ્વારા “સેવા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત જૂનાગઢમાં રાજગોર યુવક મંડળ દ્વારા વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે.
રાજગોર યુવક મંડળના અશોકભાઈ પંડયા અને ઉપપ્રમુખ કમલેશભાઈ ભરાડની ટીમ દ્વારા રવિવારે સવારે 7:00 થી બપોરે 12:00 કલાક સુધી બિલનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં લધુરૂદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે.
મહંત યુગણેશનંદ બાપુની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ યજ્ઞમાં પૂજ્ય બાપુના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવશે. રાજગોર યુવક મંડળ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ યજ્ઞનો લાભ લેવા અને દર્શનાર્થે પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
