કોડીનાર આલીદર ગામે પીછવી તળાવનું પાણી અન્યત્ર ફાળવવાની હિલચાલ સામે ખેડૂતોમાં રોષ

આલીદર સહિત આજુબાજુના ગામોના સરપંચોની મિંટીગમાં હિલચાલનો સખત વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી

કોડીનાર તાલુકાના આલીદર ગામ નીજક આવેલ પીછવી તળાવ કુદરત સર્જિત છે.જેમાં પાણી નો વિપુલ જથ્થો સંગ્રહ થાય છે.અને તેનો લાભ પીછવી,અલીદર, સોનપરા, જાંજરિયા, બોડીદર, ડોળાસા,ચીખલી સહિત અનેક ગામો ને થાય છે. પીછવી તળાવ માંથી નીકળતી ચંદ્રભાગા નદી ના કિનારે વસેલા ગામોના ખેડૂતો અને લોકો ખુશ છે.પણ કેટલાક દિવસથી પીછવી તળાવનું આ પાણી અન્યત્ર ફાળવવા ની તજવીજ હાથ ધરતા ઉપરોક્ત ગામોના ખેડૂતો માં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.આ બાબતે આલીદર અને આજુબાજુ ના ગામો ના આગેવાનો અને ખેડૂતો ની યોજાયેલી મિટિંગમાં ઉગ્ર આંદોલન ની ચીમકી આપવામાં આવી છે.
આલીદર ગામ ની પૂર્વ દિશામાં આવેલ ભંગેશ્વર મહાદેવ નાં સાનિધ્યમાં આવેલ રાજાશાહી વખતનું અંદાજે બારસો એકર વિસ્તારની અંદર પથરાયેલ પીછવી તળાવ આલીદર ગામની આજુ બાજુના 12 થી 14 ગામના લોકોને પીવાનું પાણી તેમજ ખેતીવાડીને શિયાળો અને ઉનાળો સિંચાઈનું પાણીનો પુરવઠો પુરો પાડે છે.કુદરતે અંહી ખેડૂતો ને અણમોલ ભેટ આપી છે.ત્રણ દિશામાં પથ્થર ની ટેકરીઓ છે.અને એકતરફ થી વરસાદી પાણી ની પ્રવાહ આવે છે.જે અહી જમાં થાય છે.રાજાશાહી સમય માં ગાયકવાડ સરકારે આ તળાવ ને સામાન્ય ખર્ચ માં ખેડૂતો ની દશા અને દિશા બદલવી તેવી યોજનાનું સર્જન કરી લોક હિત નું કામ કર્યું છે.પણ કેટલાક દિવસથી આ તળાવ ના પાણી ને પંપીંગ દ્વારા અન્ય ગામો ને ફાળવવા ની કામગીરી ની તજવીજ હાથ ધરતા ખેડૂતો માં સ્વ્યભુ ઉગ્ર રોષ છવાયો છે.પીછવી તળાવ નું પાણી અન્યત્રા ફાળવાશે તો તેનો ઉગ્ર આંદોલન દ્વારા વિરોધ કરાશે.
પીછવી તળાવ ની અંદર સૂક્ષ્મ ડ્રિપ પદ્ધતિ દ્વારા તળાવના પાણી પમ્પિંગ મારફત પાણી નો અન્યત્ર નિકાલ થશે તો મર્યાદિત માત્રામાં વરસાદી પાણીનો પૂરવઠો ધરાવતા આ તળાવને વહેલું ખાલી કરવાની પેરવી હાથ ધરાઇ છે. અને આલીદર ગામ સહિત આજુ નાં ગામો લોકોને પીવાનુ તેમજ ખેડૂતોનાં ખેતીવાડીમાં સિંચાઈ માટે નું પાણી જથ્થો વહેલી ખતમ થઈ જશે.અને ચંદ્રભાગા નદીના કિનારા ના ગામો ના ખેડૂતો પાયમાલ થઈ જશે.
. ગીર ગઢડા તાલુકા ના અન્ય ગામડાઓને દોણેસ્વર ડેમ અને કોદિયા ડેમ માંથી પાણી ફાળવી શકાય તેમ છે. આલીદર આજુ બાજુના ગામો ના સરપંચશ્રીઓ ની અગત્ય ની મીટીંગ ભંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં મળી હતી.અને આવનારા સમયમાં સરકાર દ્વારા સર્વે કરેલ સૂક્ષ્મ પદ્ધતિથી પિયત માટે તળાવનાં પાણી ને પંપીંગ મશીન મારફત તળાવનાં પાણી ને અન્યત્ર ફાળવવા ની યોજનાનો સખ્ત વિરોધ નોંધાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ