વન વિભાગ, પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો : ગામમાં અરેરાટી ફેલાઈ
માંગરોળ તાલુકા ના શેરીયાજ ગામમાં સિંહ ના આતંકે હવે જનજીવન હચમચાવી નાખ્યું છે. ગત મધરાતે ગામની બહાર નેત્રાવતી નદી પાસે માનસિક રીતે બીમાર મહિલા પર વન્ય સિંહે ક્રૂર હુમલો કરી તેણે ફાડી નાંખ્યા ની હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની માહિતી મળતા જ ગામના આગેવાન દાના ભાઈ ખાંભલા ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ અને વન વિભાગ સાથે રહ્યા. પોલીસ તથા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી ગઈ છે અને સિંહની હાજરી તેમજ હુમલા સંબંધિત સ્પષ્ટ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી દીધી છે.
ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહોની સતત અવરજવર રહે છે, શેરીયાજ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી સિંહોનું મૂવમેન્ટ વધી રહ્યું છે, જેના કારણે લોકોમાં ભારે દહેશત, ગભરાટ અને અસુરક્ષાની લાગણી ઊભી થઈ છે. સિંહ દર્શનનો કાળો વેપાર… સ્થાનિક લોકોના કહેવા મુજબ દરરોજ રાત્રે સિંહ જોવા માટે -હજારો લોકો ભેગા થાય છે, અને તેમને સિંહ દર્શન કરાવનારા કમિશન એજન્ટો પણ સક્રિય હોવાની ગંભીર વાતો બહાર આવી છે. ગ્રામજનોએ માંગણી કરી છે કે આવા એજન્ટોને તાત્કાલિક કાબુમાં લેવામાં આવે સીસીટીવી ફૂટેજ આધારે કડક કાર્યવાહી કરવામાં આવે વન વિભાગે સિંહના મૂવમેન્ટને રોકવા તાત્કાલિક પગલાં લે સિંહનો વધતી હેરાફેરી થી ગામમાં ભયનો ઘેરો માહોલ રહે છે, સિંહોની વધતી હલચલને કારણે લોકો રાત્રે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ એટલી ગંભીર બની છે કે અમુક પરિવારો રાત્રે સ્થળાંતર કરવાની ચર્ચા પણ કરી રહ્યા છે.
