શિકારની લાલચે મોડી રાત્રે દિપડો પાંજરામાં સપડાયો
ગીર ગઢડા તાલુકા ના જૂના ઉગલા ગામ ની સીમ માં ગત તારીખ 19 ના રોજ વનિતાબેન કિશોરભાઈ નંદવાણાં ઉંમર વર્ષ 48 નામ ની મહિલા પોતાની વાડી માં ખેતી કામ કરતા હોય એ વખતે અચાનક શીકાર કરવાના ઇરાદે આવેલ દીપડા એ વનિતાબેન પર હુમલો કરતા કાન અને હાથ ના ભાગે ઈજા પહોંચાડી હતી આ બનાવ ની ગંભીરતા સમજી દીપડો એજ વિસ્તાર માં હોવાનું લોકેશન વન વિભાગે ટ્રેક કરેલ હોય જસાધાર રેન્જ ના આર.એફ.ઓ. કે.સી.ચોહાણ ફોરેસ્ટર મોરી ભાઈ તેમજ જોગણી સહિત ના વન વિભાગ ના સ્ટાફે જૂનાઉગલા ગામ ની સીમમાં કે જ્યાં દીપડા એ મહિલા પર હુમલો કર્યો હતો એ વિસ્તાર માં પાંજરું મૂકતા દીપડો રાત્રી ના સમયે પાંજરે પુરાયો હોય આ અંગે ની જાણ વન વિભાગ ને કરતા વન વિભાગ ની ટીમે આ પાંજરે પુરાયેલ દીપડા ને જસાધાર એનિમલ કેર સેન્ટર પર ખસેડવામાં આવેલ હતો.
