જૂનાગઢમાં ગાંધીચોક નજીકના મકાનમાંથી જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઈ

કુલ રોકડ રૂ.12,300 સહિતનો મુદ્ામાલ જપ્ત કરાયો

જૂનાગઢમાં ગાંધીચોક નજીક, કોંગ્રેસ ભવન પાછળ આવેલ મકાનમાં સાંજના સમયે બી ડિવિઝન પોલીસે દરોડો પાડી, જુગાર રમતી 5 મહિલા સહિત કુલ 6 ઈસમોને પકડી પાડી, આરોપીઓ સામે જુગાર ધારા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના ગાંધીચોક, કોંગ્રેસ ભવન પાછળ રહેતા આરોપી સુમીત્રાબેન મનસુખભાઇ ગોહેલ એ પોતાના કબ્જા ભોગવટાના મકાનમા પોતાના અંગત ફાયદા સારૂ બહારથી આરોપીઓને પોતાના ઘરે બોલાવી, નાલના રૂપીયા ઉઘરાવી, ગંજી પતાના પાના તથા પૈસા વડે તીન પતી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવી રહ્યા હોવાની પોલીસને બાતમી હકીકત મળતા બી ડિવિઝન પોલીસે સાંજના 7 વાગ્યાના અરસામાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા, રેઇડ દરમ્યાન જુગારના પટ માંથી રૂ.10,800 તથા નાલના રૂ.1500 મળી કુલ રોકડ રૂ.12,300, ગંજી પતાના પાના સહિત જુગાર રમતા સુમીત્રાબેન મનસુખભાઇ ગોહેલ, (રહે. ગાંધીચોક, કોંગ્રેસ ભવન પાછળ જુનાગઢ), કવિતાબેન હિતેષભાઇ પંડીત ઉ.વ.50 (રહે. જોષીપરા વિશ્વાસ સીટી, જુનાગઢ મુળ- માંગરોળ) પુજાબેન અજયભાઇ કણજારીયા (રહે. કામદાર સોસાયટી, જુનાગઢ), ધરતીબેન જીજ્ઞેશભાઇ સંઘવી (રહે. સરદારપરા, અમરનાથ એપા. જુનાગઢ) અલ્પાબેન જયેશભાઇ ધનેશા (રહે. જાગનાથ મંદીર પાસે જુનાગઢ), અશોકભાઇ કાનજીભાઇ સોલંકી (રહે. સર્વોદય સોસાયટી, જુનાગઢ) મળી આવતા પોલીસે 5 મહિલા સહિત કુલ 6 ઈસમોને પકડી પાડી, મુદામાલ કબજે કરી, આરોપીઓ સામે જુગાર ધારા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ