બાળકનો ભોગ લેનાર મગરને 48 કલાકના સઘન ઓપરેશન બાદ વન વિભાગે પાંજરે પૂર્યો : પિતાની નજર સામે 13 વર્ષના વિવાનને ખેંચી જનાર મગરનું રેસ્ક્યુ, ગ્રામજનોમાં રાહતની લાગણી
ગીર ગઢડા તાલુકાના હરમડિયા અને અભેલવડ ગામ વચ્ચે વહેતી સાંગાવાડી નદીએ છેલ્લા ત્રણ દિવસથી મચાવેલો હાહાકાર શાંત પડ્યો છે 13 વર્ષીય માસૂમ વિવાનનો ભોગ લેનાર 11 ફૂટ લાંબા વિશાળકાય માનવ ભક્ષી મગરને વન વિભાગે 48 કલાકની અવિરત અને જીવસટોસટની કામગીરી બાદ આખરે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. આ ઘટનાથી સમગ્ર પંથકના લોકો એ હાશકારો અનુભવ્યો છે.ત્રણ દિવસ પૂર્વે કોડીનાર તાલુકાના નાની ફાંફણી ગામ ના દિનેશભાઈ સોલંકી તેમના 13 વર્ષીય પુત્ર વિવાન સાથે આંબાના બગીચામાં કામ પતાવીને સાંગાવાડી નદી કાંઠે હાથ-પગ ધોવા ગયા હતા. એ જ સમયે નદી કિનારે ઘાત લગાવીને બેઠેલા મગરે ઓચિંતો હુમલો કરી વિવાનના બંને હાથ જડબામાં જકડી લીધા અને પિતા ની નજર સામેથી જ તેને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. દિનેશભાઈએ કાળજું કંપાવી દે તેવી ચીસો સાથે પુત્રને બચાવવા ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે તેઓ પોતાના કાળજાના કટકાને બચાવી શક્યા ન હતા.ઘટના ની જાણ થતાં જ જામવાળા વન વિભાગની ટીમ, સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. લગભગ પાંચ કલાકની મહામુસીબત બાદ તરવૈયાઓએ પાણીમાં વિવાનના મૃતદેહ સાથે ફરતી મગરને શોધી કાઢી. ભારે જહેમત બાદ વન વિભાગે વિવાનના નિષ્પ્રાણ દેહને મગરના જડબામાંથી મુક્ત કરાવ્યો હતો. જોકે, તે દરમિયાન મગર ફરી પાણીમાં ગરકાવ થઈ જતાં વન વિભાગ માટે તેને પકડવો સૌથી મોટો પડકાર બની ગયો હતો.માનવભક્ષી મગરનેપકડવોઅનિવાર્યબનતાવનવિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. નદી કાંઠે વ્યૂહાત્મક સ્થળોએ ભક્ષ સાથે વિશેષ પાંજરા ગોઠવવામાંઆવ્યા. સાથે જ ડ્રોન કેમેરાથી આકાશી નિરીક્ષણ, નદીના બંને કાંઠે રાત-દિવસ સઘન પેટ્રોલિંગ અને વનકર્મીઓની સતત વોચ ગોઠવવામાં આવી. 48 કલાક સુધી ચાલેલા આ અવિરત ઓપરેશન બાદ આખરે આ નરભક્ષીમગર પાંજરે પુરાઈ હતી.પકડાયેલ 11 ફૂટ લાંબા મગરને પ્રાથમિક સારવાર અને વૈજ્ઞાનિક પરીક્ષણ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મગરના વર્તન, ઉંમર અને આરોગ્ય ની તપાસ બાદ ઉચ્ચ કક્ષાએથી મળતી સૂચના મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ સફળ રેસ્ક્યુ ઓપરેશનથી સાંગાવાડી નદી કાંઠાના ગામોમાં ફેલાયેલો ભય અને દહેશતનો માહોલ દૂર થયો છે. વન વિભાગે નાગરિકોને નદી-તળાવ જેવા જળાશયોનજીક અત્યંત સાવચેતી રાખવા અને બાળકોને એકલા ન મોકલવા ખાસ અપીલ કરી છે.
