ગીર સોમનાથ જિલ્લામાં તા. 1લી જૂનથી 31 જૂલાઈ સુધી માછીમારોનું વેકેશન

સોમનાથ-વેરાવળ, સુત્રાપાડા, ધામળેજ, મુળદ્વારકા સહિતનો સાગર બનશે સુમસામ

સુધરેલા નિયમ મુજબ 76 દિવસ દરિયામાં માછીમારી ઊપર પ્રતિબંધ રહેશે

સમગ્ર ગીર-સોમનાથ જિલ્લાનો 110 કિ.મી.નો સગાર તા.1લી જૂનથી 15 ઓગષ્ટ એટલે કે 76 દિવસ સુધી દરિયામાં માછીમારી માટે પ્રતિબંધ રહેશે.
માછલીઓના સંવર્ધન માટે સરકારના મહત્વના નિર્ણયસમુ આ અંગે એક જાહેરનામુ પણ બહાર પાડવામા આવેલ છે.જેમાં રાજયના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 1 જૂનથી 31 જૂલાઈ અને ગુજરાત મત્સય ઉદ્યોગના 2020ના ફેરફાર મુજબ આ પ્રતિબંધ 1 જૂન થી 15 ઓગષ્ટ સુધી કુલ 76 દિવસ સુધીનો પ્રતિબંધ રહેશે. આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સય ઉદ્યોગ કાયદો 2003ની કલમ 6/1ના ભંગ બદલ દંડને પાત્ર થશે.
રાજયના આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈડઝ ક્રાફટ(લાકડાની બિન યાંત્રિક) એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામા આવેલ છે.વેકેશનના ગાળામાં સાગરખેડૂ માછીમાર પરિવારમાં લગ્નોત્સવ,યાત્રા , હિસાબ-કિતાબ,કોલ્ડ સ્ટોરેજના સાધનોની સ્થળોનો પ્રવાસ, બોટ સમારરામ, રીપેરીંગ, રંગકામ,જાળગુંય સાફસુફી,નવી બોટો બનાવવાનું આયોજન,દરિયામાંથી બંદરે આવેલી બોટોને ક્રેઈનો દ્વારકા વેકેશન પીરીયડમાં કાંઠે ચડાવવવી, કોઈ ટુંકો સમય પરુતો વ્યવસાય મળે તેમાં જોડાવું,સ્થાનિક ધર્મ-ધ્યાન-ધુનમંડળમાં ભાગ લેવો સહિતની પ્રવૃતિઓમાં કાર્યશીલ રહે છે.

રિલેટેડ ન્યૂઝ