વિસાવદર લાયન્સ કલબ દ્વારા રમ્ય મલ્ટી કાર્યક્રમ સંપન્ન

અનેક લોકોને સન્માનીત કરવામાં આવ્યા

તાજેતરમાં જ લાયન્સ કલબ વિસાવદર દ્વારા ગીગેવ ફાર્મ ખાતે ઝોન ચેરમેન ઝોન 11 લાયન રમણીક ગોહેલ હોસ્ટ લાયન્સ કલબ વિસાવદર દ્વારા આયોજિત “રમ્ય” મલ્ટી કાર્યક્રમ પી.ડી.જી એમ.જે.એફ.લાયન ધીરજલાલ રાણપરીયા તેમજ સેક્ધડ વી.ડી.જી ઈલેકટ એમ.જે.એફ લાયન જયકિશન દેવાણી ના આયોજન અને માર્ગદર્શન હેઠળ ભવ્યાતિભવ્ય માહોલ વચ્ચે સંપન્ન થયેલ છે.
સૌ પ્રથમ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમ.જે.એફ. લાયન અભય શાહ, સેક્ધડ વી.ડી.જી ઈલેકટ એમ.જે.એફ લાયન જયકિશન દેવાણી,તેમજ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીઓ એમ.જે.એફ લાયન ડો. ભરત મહેતા, એમ.જે.એફ લાયન મીનાબેન મહેતા, એમ.જે.એફ લાયન ગીતાબેન સાવલા, એમ. જે. એફ. લાયન ધીરજલાલ રાણપરીયા, પી.એમ. જે.એફ લાયન ચંદ્રકાંત દફતરી, કાર્યક્રમનાં એમ. ઓ.સી લાયન રૂપલબેન લખલાણી તેમજ રિજિયન ચેરમેન રિજિયન 4 લાયન યતિન ઠુંમર સહિત ના મહાનુભાવોનું કળશ ધારી બાળાઓએ સામૈયા દ્વારા સ્વાગત કરેલ તેમજ દીકરીઓ દ્વારા મહેમાનોને કુમકુમ તિલક કરી વધાવેલ આમ શરણાઇ ના સુર સાથે ઢબુકતા ઢોલ ના સથવારે ખુલ્લી જીપમાં બેસાડી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવેલ આ કાર્યકમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર ની ઓફિશિયલ કલબ વિઝિટ ઝોન સોશિયલ મીટ, લાયન વર્ષ 2026/27 નવાં હોદેદારો નો શપથગ્રહણ સેક્ધડ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઈલેકટ એમ જે એફ લાયન જયકિશન દેવાણીનું સન્માન, ડિસ્ટ્રિક્ટ ગવર્નર તેમજ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરોનું સન્માન, ડિસ્ટ્રિક્ટ 3232 જે ના મલ્ટીપલ એવોર્ડ વિજેતાઓનુ સન્માન, લાયન્સ કલબ વિસાવદર ના સિનિયર સિટીઝનોનુ વડીલ વંદના સન્માન સહિતના કાર્યક્રમો સંપન્ન થયેલ.
લાયન વર્ષ 2026/27 ના વરાયેલા હોદેદારોમા પ્રેસિડેન્ટ લાયન રમણીક ગોહેલ, સેક્રેટરી લાયન ભાવેશ પદમાણી, ટ્રેઝરર લાયન રાજેશ પંડ્યા તેમજ લાયન્સ કલબ વિસાવદર સમગ્ર ટીમનાં હોદેદારો નું ઈન્સટોલિગ ઓફીસર પીડીજી એમ. જે.એફ લાયન ડો. ભરત મહેતા દ્વારા હોદાના શપથગ્રહણ કરાવવામાં આવેલ તેમજ નવા મેમ્બર લાયન સંજય સાણી નું ઈનડેક્શન ઓફીસર પીડીજી એમ જે એફ લાયન મીનાબેન મહેતા દ્વારા નવા મેમ્બર તરીકે શપથગ્રહણ કરાવવામાં આવેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત વિસાવદર, જેતપુર રોયલ, ગોંડલ, જુનાગઢ રૂદ્રાક્ષ, ધોરાજી, જુનાગઢ ગિરનાર, પોરબંદર, પોરબંદર લિયો, પોરબંદર લિયો કબ, જેતપુર મેઈન, જેતપુર લિયો, માણાવદર સહિતની લાયન્સ કલબ ના પીએસટી તેમજ વ્યક્તિ વિશેષ અને લાયન નારી શક્તિ સહિતનાનુ મોમેન્ટમ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ આ ઉપરાંત લાયન્સ કલબ સાવરકુંડલા, લાયન્સ કલબ જામ ખંભાળિયા ના ઉપસ્થિત હોદેદારોનું પણ સન્માન કરવામાં આવેલ કાર્યક્રમના સહ સહયોગી તરીકે ગીગેવ ફાર્મ જયેશ ઢોલરિયા, હોટેલ શાયોના ગોલ્ડ હરેશભાઈ સાવલીયા, ગિરિરાજ મેડિકલ લાયન વિશાલ ચોટાઈ, બાલાજી ફરસાણ એન્ડ ડેરી લાયન મહેશ નિમાવત તેમજ કલબના સેક્રેટરી લાયન ભાવેશ પદમાણી સહિતના નો સહયોગ રહેલ
કાર્યક્રમ દરમ્યાન ડી.સી લાયન દિલીપ સાવલા જામનગર, ડી.સી લાયન રીનાબેન શાહ ભુજ, ઝેડ. સી લાયન ધ્રૃવીબેન સોમપુરા જામનગર, ઝેડ સી લાયન રાજેશ ભોજાણી જુનાગઢ તેમજ લાયન ગિરધરલાલ રૈયાણી ગોંડલ સહિત ના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેલ તેમજ વિસાવદર લાયન્સ કલબ ના મેન્ટર અને માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશી સહિતની વિસાવદર લાયન્સ ટીમ ખાસ ઉપસ્થિત રહેલ કાર્યક્રમ દરમ્યાન હાઈ ટી અંતર્ગત નાસ્તો, ચા કોફી શરબત તેમજ ગીગેવ ફાર્મ ની ઓર્ગેનિક કેસરનો સૌએ મનભરીને રસાસ્વાદ માણેલ તેમજ કાર્યક્રમ સંપન્ન થયા બાદ સૌ મહેમાનો ને ભાવતા ભોજન પીરસાયેલ. સમગ્ર કાર્યક્રમ નુ એમ.ઓ.સી લાયન્સ કલબ જુનાગઢ રૂદ્રાક્ષ ના મેન્ટર લાયન રૂપલબેન લખલાણી, રિજિયન ચેરમેન રિજિયન 4 લાયન યતિન ઠુંમર તેમજ જુનાગઢ ગિરનાર સેક્રેટરી લાયન સહેજાદ માકડા દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ ને ખરા અર્થમાં “રમ્ય” બનાવવા બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ બદલ સૌનો ઝેડ.સી ઝોન 11 લાયન રમણીક ગોહેલ દ્વારા અભિનંદન સહ આભાર વ્યક્ત કરેલ.

રિલેટેડ ન્યૂઝ