જૂનાગઢમાં રોડ અને ગટર તાત્કાલિક ધોરણે સરખા કરવા કોંગ્રેસની માંગ

વોર્ડ નં 6ના સ્થાનિક લોકોની મનપા કચેરીએ રજૂઆત

જૂનાગઢ શહેર કોંગ્રેસની વિવિધ પાંખના અગ્રણીઓ દ્વારા વોર્ડ નં. 6 ના સ્થાનિક લોકોને સાથે મનપા તંત્રને ખોદાયેલા રોડ, ગટર સહિતની બાબતોએ લોકોને થતી પારાવાર મુશ્કેલીઓ અંગે આવેદન પત્ર પાઠવી, તાત્કાલિક ધોરણે લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓમાંથી રાહત આપવા રજૂઆત કરી હતી.
જુનાગઢ મહાનગરપાલિકા તંત્રને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વોર્ડ નં 6 માં આવેલ શાંતેશ્વર મેઇન રોડ છેલ્લા 2 મહિનાથી 4-5 ફૂટ ઊંડો ખોદી નાખેલ છે, તથા તેમાં નવી ગટર લાઇન નું કામ કરેલું છે તે ગટર ભરાઈ જાય છે અને ગટર નું પાણી ખુલા રોડમાં તળાવ ની જેમ ભરાઈ રહે છે. ગટર ના મેઇન ઢાંકણ પણ તૂટેલા તથા રોડ લેવલ થી ઘણા ઊંચાઈ પર રાખી દીધેલ છે, રોડ તોડી અધુરૂ કામ રાખી દેવાતા લોકોને ફરી ફરીને જવું પડે છે. વૃદ્ધો તકલીફ પડે છે તથા બાળકોની સ્કૂલ ચાલુ થવાની હોય સ્કૂલ વાહન પણ જઈ શકે તેમ નથી, બીજી બાજુ ચોમાસાનું આગમન થવાનું હોય, ચોમાસાના પાણી ભરવાની ભીતિ છે, અવારનવાર સ્થાનિક તંત્ર ને રજૂઆત કર્યા છતાં, હજી સુધી કોઈપણ કામગીરી કરેલી ના હોય, ત્યારે લોકોની સમસ્યાને તાકીદે ધ્યાને લેવામાં આવે અને ચોમાસા પૂર્વે વહલી તકે અને સારી રીતે આ રોડ કાર્યરત થઇ સકે તેવી ગોપાલગીરી એચ. અપારનાથી કોંગ્રેસ કાર્યકર, જુનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમા ડી રૂપારેલિયા, સહ પ્રવક્તા ગોપીન ડી લાખાણી, શહેર કોંગ્રેસ મંત્રી ગૌરવ બી ધુતલા દ્વારા માંગ કરાઈ છે.

રિલેટેડ ન્યૂઝ