આવેદન આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી
પેટ્રોલ ડીઝલ ઘરેલુ ગેસ વિદ્યાર્થી ઓ ના પાઠ પુસ્તક માં થયેલા ધરખમ વધારા સાથે દરેક ચીજ વસ્તુ ની મોંઘવારી થી પીડાતી આમ પ્રજા નાગરિકો માટે ધરણા પ્રદર્શન અને સ્થાનિક મામલતદારને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે દરેક ભાવ વધારા ને અંકુશ માં લેવા સાથે દરેક વિદ્યાર્થી માથે નાખવા માં આવતો કારણ વગર ના બોજ ને તુરંત પરત ખેંચવા મેંદરડા કોંગ્રેસ પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી છે.
મેંદરડા કોંગ્રેસ દ્વારા વર્તમાન સરકાર ની આંખ ઉઘાડવા અને ભગવાન ભરોસે પૂર્ણ ગુજરાત ની પ્રજા કે જેમણે પુરા ભરોસા સાથે વર્તમાન ભાજપ સરકાર ને બહુમતી થી ચૂંટી ઉપર લેવલ સુધી છેક ગાદી પર બેસાડી અને પૂર્ણ વિશ્વાસ રાખેલ તેજ ભરોસા વાળી વર્તમાન ભાજપ સરકાર એક પછી એક ડામ દરેક આમજીવન ઘર વપરાશ સાથે પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડર સહીત વિદ્યાર્થી ઓના પાઠ્ય પુસ્તકો ને પણ નહિ છોડતાં અને આમ પ્રજા ને સતત મોંઘવારી નો ડામ દેતા આમ પ્રજા ત્રાહિમામ પોકારી ગયેલ છે અને દરેક ગૃહિણી ઓ ના બાળકોને ભણાવવા થી લઈ ઘર કેમ ચલાવવા ની મુશ્કેલી માં મુકાઈ જતા આ બેકાબુ બનેલ વર્તમાન સરકાર જગાડવા મેંદરડા કોંગ્રેસ પરિવાર દ્વારા મોટી રેલી કાઢી ધરણા આવેદન પત્ર જેવો જલદ કાર્યક્રમ આપી વર્તમાન ભાજપ સરકાર સાથે દરેક મંત્રી ઓને આ વધતા જતા દરેક ચીજ વસ્તુ ઓ સાથે વિદ્યાર્થી પાઠ્ય પુસ્તકો સહીત પેટ્રોલ ડીઝલ અને દરેક પ્રકાર ના ગેસ બોટલો પર હાલ નાખવા માં આવેલ ભાવ વધારા સાથે પેટ્રોલ ડીઝલ ની અછત વચ્ચે છાસવારે કરતા ભાવ વધારા અને તેના કારણે થયેલા ટ્રાન્સપોર્ટ વધારા ના કારણો સાથે 45 – 45 દિવસો મળતા રાંધણ ગેસ દર માસે મળતો થાય હવે પછી કોઈપણ પ્રકાર નો બોજો આમ જનતા પર ના ઠોક વા માં આવે હાલ જીવન જરૂરિયાત દરેક ચીજ વસ્તુ ઓના ભાવો ને તુરંત ઘટાડી કારણ વગર નો બોજ માંથી પૂર્ણ ગુજરાત ની આમ જનતા ને મુક્ત કરવામાં આવે કોઈ આયોજન વગરજ છાસવારે થયેલ આ ભાવ વધારા ને તુરંત અંકુશ માં લેવામાં જો વર્તમાન સરકાર હજુ પણ કુંભનિદ્રા માંજ રહશે તો હવે પછી આમ પ્રજાને પણ સાથે રાખી જલદ કાર્યક્રમો કરવા મજબુર થવું પડશે આ માટે નું આવેદન પત્ર આજ રોજ જૂનાગઢ જિલ્લા શહેર પ્રમુખ મનોજ ભાઈ જોશી જૂનાગઢ તાલુકા પ્રમુખ અમિત ભાઈ પટેલ કોંગ્રેસ અગ્રણી કરસનદાસ બાપુ સેહનાજ બેન બાબી જૂનાગઢ મુખ્ય કોંગ્રેસ કાર્યાલય ના મંત્રી વી.ટી. સીડા, મેંદરડા શહેર પ્રમુખ પ્રફુલભાઇ ધ્રાંગળ મેંદરડા તાલુકા પ્રમુખ જોલિત ભાઈ બુસા મેંદરડા પબ્લિક ફરિયાદ નિવારણ વિભાગ ના કાર્યકારી પ્રમુખ કિશોર કુમાર ભટ્ટ મેંદરડા કોંગ્રેસ અગ્રણી ઇદુભાઈ સહીત મેંદરડા કોંગ્રેસ પરિવાર ના અઢળક કાર્યકરો સાથે પાદર ચોક બાબા આંબેડકર જી ના પૂતળા સાથે બસસ્ટેન્ડ પાસે ના પૂતળા ઓને હરતોરા કરી ગેસ સિલિન્ડર ના વજન સાથે ડેપ્યુટી મામલતદારને આવેદન પત્ર આપ્યું છે. કોંગ્રેસના સભ્યો દ્વારા કચેરી ખાતે રામધૂન પણ કરવામાં આવી હતી.
