માણાવદરમાં ચોમાસામાં ગટરના પાણી ઘરોમાં ઘુસવાની ભીતી

નદી,નાળા, વોકળામાં સફાઈનો અભાવ, ચોમાસા પૂર્વે સફાઈ કરવા નગરજનોની માંગ

માણાવદરમાં ચોમાસા પૂર્વે પણ નદી, નાળા, વોકળા સહિતના સફાઈ નહીં થવાથી ચોમાસામાં પણ ગટરના પાણી ઘરોમાં ઘુસી જવાની ભીતિ નગરજનોમાં ફેલાઈ છે. ત્યારે ચોમાસા પૂર્વે સફાઈ કરવા નગરજનો દ્વારા માગ કરાઈ છે. માણાવદરમાં ચોમાસા પેહલા નદી, નાળા વોકળા, ભૂગર્ભ ગટર સહિત સફાઈ કામગીરી એટલે કે પ્રિ મોન્સુન કામગીરી થયી જવી જોઈએ પણ પાલિકાની ઘોર બેદરકારી નાકારણે આજે પણ બસ સ્ટેન્ડથી ભાલેચડાં ગાળી સુધીની ગટર કાદવ કીચડ થી ખદબદે છે અનેક મહાદેવીયા મંદિર પાસે પણ ગંદકી હોય ભક્તજનો પરેશાન થઈ જાય છે તો દર વર્ષે જીઈબીથી ગોકુલ નગર સોસાયટી સુધી માં આવતા અને સોસાયટી રહેવાસી નાગરિકો ચોમાસાના વરસાદી પાણી અને પૂર પાણી ભરાય જાય છે તે અંગે મામલતદાર કચેરી ને જાણ કરી છે આ પાણી નિકાલ માટે વ્યવસ્થા કરવામાં માંગ ઉઠી છે શહેર માં ભૂગર્ભ ગટર યોજના માં ચોમાસાં માં પાણી ગટર માં નિકાલ થાય તેમ નથી કારણ સમગ્ર શહેર માં ઠેર ઠેર જામ થઈ ગયેલ છે ઉપરાંત ભૂગર્ભ ગટર યોજનામાં ચોમાસામાં પાણી નિકાલ થઈ જાય તેવી વ્યવસ્થા નથી જેથી રોડ ઉપર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે ગટરના ઢાંકણમાં પાણી નિકાલ થાય તેવા હોવા જોઈએ તેના બદલે ઢાંકણા ખુલા કરવા પડે છે જે મોત ને દાવત દેવા સમાન બની જાય છે પ્રજાજનો ના જાનમાલ ને નુકસાન થાય નહીં તે માટે પ્રિ મોન્સુન કામગીરી નહીં થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે ફરી માણાવદર શહેર પૂર નુકસાની વેઠવી પડશે તે દિવસો દૂર નથી. આમ જનતા માંથી માંગ છે કે પાણી નિકાલ માર્ગો ની સફાઈ કરી ઝડપી પૂર પાણી નીકળી જાય તે કરવું જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ