ગીરગઢડામાં જાહેરનામાનો ભંગ બદલ બે દુકાનદારો સામે ફરિયાદ

પરપ્રાંતીય મજુર અને ભાડુઆતની નોંધણી વગર રાખનાર સામે કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર બે અલગ-અલગ દુકાન માલિકો સામે એક જ દિવસે કડક કાર્યવાહી કરી છે. પરપ્રાંતીય મજૂરની નોંધણી વગર કામે રાખવા અને 4 વર્ષથી દુકાન ભાડે આપીને ભાડુઆતની જાણ પોલીસ માં ન કરવા બદલ બંને માલિકો વિરુદ્ધ ગીર ગઢડા પોલીસ સ્ટેશન માં અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ, ગીર સોમનાથ દ્વારા બે મહત્વના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે પરપ્રાંતીય મજૂર અંગે જિલ્લામાં પરપ્રાંતના ગુજરાત રાજ્ય બહારના કર્મચારી/મજૂરોને કામે રાખનાર સંચાલક, ઠેકેદારો, સપ્લાયર્સે નિયત નમૂના મુજબની માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ફરજિયાત આપવાની રહેશે જિલ્લામાં કોઈ પણ મકાન, દુકાન, ગોડાઉન, ઓફિસ ભાડે આપે ત્યારે ભાડુઆતની માહિતી, આધાર પુરાવા પોલીસ સ્ટેશન ખાતે ફરજિયાત જાણ કરવાની રહેશે
જઙ જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જઘૠ ઇન્ચાર્જ ઙઈં ડી.એમ. કાગડા તથા ઙજઈં આર.એચ. ચુવા ની રાહબરી હેઠળ જઘૠના અજઈં પ્રતાપસિંહ માનસિંહ, પો.હેડ કોન્સ. રાજુભાઇ બાલુભાઇ તથા પો.કોન્સ. રણજીતસિંહ મેરૂભાઇ ની ટીમે ગીર ગઢડા પો.સ્ટે. વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન જામવાળા રોડ, ખાખી એગ્રો પાસે હનુમંત પોલીસીંગ નામની દુકાનના માલીકે પરપ્રાંતીય મજૂરને કામે રાખી પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરી હોવાનું ધ્યાને આવ્યું. જામવાળા રોડ, ઇન્ડીયન ગેસ એજન્સી સામે એક દુકાન માલિકે પોતાની દુકાન છેલ્લા ચાર વર્ષથી ભાડે આપી હોવા છતાં ભાડુઆતની માહિતી પોલીસ સ્ટેશન માં જાણ નહીં કર્યાનું બહાર આવ્યું આવતા બંને દુકાન માલિકો વિરુદ્ધ ગીર ગઢડાપોલીસસ્ટેશનમાંજાહેરનામા ભંગ અંગેના અલગ-અલગ ગુના દાખલ કરીધોરણસર ની કાર્યવાહી કરવામાં આવી છે.
ટીમ જઘૠ ઙઈં ડી.એમ. કાગડા, ઙજઈં આર.એચ.સુવા સહિતનો સ્ટાફે કાયદાનું પાલન ફરજિયાત, સુરક્ષા માટે નોંધણી જરૂરીજિલ્લા પોલીસે હોટલ, રેસ્ટોરન્ટ, ઔદ્યોગિક એકમો સહિત તમામ સંચાલકો અને મકાન-દુકાન માલિકોને તાકીદ કરી છે કે પરપ્રાંતીય મજૂર કે ભાડુઆત રાખે ત્યારે તેના આધાર કાર્ડ, ફોટો સહિતની વિગત નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જમા કરાવે નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી ચાલુ રહેશે.

રિલેટેડ ન્યૂઝ