પોલીસે ગેરકાયદેસર લાયસન્સ વગરની જામગરી બંદૂક કબ્જે કરી
તાલાલા તાલુકાનાં છેવાડે આવેલ પાણીકોઠા ગામેથી એસ.ઓ.જી.બ્રાંચે એક શખ્શ ને ગેરકાયદેસર પરવાના વગરની જામગરી બંદુક સાથે ઝડપી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
ગીર સોમનાથ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નાં એ.એસ.આઈ જીગ્નેશગીરી ગોસ્વામી સ્ટાફ સાથે તાલાલા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા ત્યારે પાણીકોઠા ગામે ડફેર વાસ પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર લઈને ફરતો હોવાની બાતમી મળતા પોલીસે તપાસ કરતા મહમદ નનુભાઈ કુરેશી ઉર્ફે.એહમદ રે.અમદાવાદ(મુળ ભંડુરી) વાળા ગેરકાયદેસર લાયસન્સ વગરની દેશી જામગરી બંદુક સાથે નજરે પડતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.આ શખ્શ પાસેથી પાસ પરમીટ વગરની બંદૂક કબજે કરી હથીયારધાર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
