ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લા કારડીયા રાજપૂત સમાજ દ્વારા પ્રાચીમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારનું સન્માન

કોડીનારના દેવળી ગામના મનોજભાઈ મોરી દ્વારા બે કિલો ચાંદીની પાધડી પહેરાવી ભવ્ય સન્માન

ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લા ના કારડીયા રાજપૂત સમાજ દ્રારા રાજ્ય સભા ના સાંસદ માનસિંહભાઈ પરમાર નુ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું પ્રાચી ખાતે કારડીયા રાજપૂત સમાજ ની વાડી મા આ ભવ્ય સન્માન સમારોહ યોજાયા હતો જેમા બંને જીલ્લા માંથી કારડીયા રાજપૂત સમાજ ના આગેવાનો અને લોકો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને માનસિંહભાઈ પરમાર ને બે કિલો ચાંદી ની પાઘડી,ચોનાની વસ્તુઓ, તલવાર, પાંચ હજાર થી વધુ નોટબુક અને પુસ્તકો, જુદી જુદી પ્રતિમાઓ, ફોટા અને મોમેન્ટ અને ફુલ હાર અંને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ
આ તકે પુર્વ જીલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, ભક્ત કવિ નરશી મહેતા યુનિવર્સિટી ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર,જેશીગભાઈ ભગત, મહેશભાઈ ડોડિયા અને કારડીયા રાજપૂત સમાજ ના પ્રમુખ અને પુર્વ મંત્રી જશાભાઇ બારડ દ્વારા જણાવાયું કે આઝાદી બાદ પ્રથમવાર કારડીયા રાજપૂત સમાજ ને એક મહત્વ નુ સ્થાન મળ્યું છે અને માનસિંહભાઈ પરમાર નાની વયે રાજ્ય સભા ના સાંસદ બની દિલ્હી મા જશે એ સમાજ માટે ગર્વ ની વાત છે
આ તકે રાજ્ય સભા ના સાંસદ માનસિંહભાઈ પરમાર એ જણાવ્યું કે સમાજ ને આ મહત્વ નુ સ્થાન મળેલ છે જેથી સમાજ ની વિશેષ જવાબદારી થાય છે કે દરેક સમાજ સાથે હળીમળીને રહેવાનું અને નાના લોકો ને કાયમી મદદરૂપ થવાનું તેઓએ તેમના અભ્યાસ કાળ થી પાર્ટી સાથે જાડાયેલ છે અને કાયમી ધોરણે પાર્ટી ને વફાદાર રહી કામગીરી કરતો રહિશ
આ તકે પુર્વ ધારાસભ્ય કાળાભાઈ ઝાલા, પુર્વ મંત્રી લખમણભાઇ પરમાર, , લક્ષ્મણભાઈ યાદવ , જીલ્લા ભાજપ પ્રમુખ ડો સંજયભાઈ પરમાર, કોડીનાર ના દેવળી ના મનોજભાઈ મોરી, સુરસિંહ ભાઈ મોદી, કરશનભાઈ સોલંકી, હમીરભાઇ ડોડિયા, બળવંતસિંહ બાપુ, દિલીપભાઈ બારડ સુત્રાપાડા,ધીરૂભાઇ ડોડિયા રાજકોટ, દિનેશભાઇ પરમાર અનિડા,એ,સી, ઝાલા, જેન્તીભાઇ ઝાલા, કે.વી. બારડ,ડો ઝણકાત, પ્રતાપભાઈ બારડ, શીવાભાઈ સોલંકી, કેશુભાઈ જાદવ, તાલુકા પંચાયત ના પ્રમુખ ભગાભાઇ જાદવ, સરપંચ સુખનભાઈ વાળા, કનુભાઈ બારડ દેવળી, ગીતાબેન બારડ, મનુભાઈ મોરી, ભરતભાઈ જેસાભાઈ બારડ સુત્રાપાડા, દિપકભાઈ કાંતેલા, અને બે જીલ્લા ના મોટી સંખ્યામાં આગેવાનો રાજકિય હોદેદારો, સરપંચો, સંસ્થા ના અગ્રણી ઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ