ગીર સોમનાથ જિલ્લામાં રોજગાર કચેરી દ્વારા જાગૃતિ સેમિનાર સંપન્ન

પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના અંગે વિગતવાર માહિતી અપાઈ

ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જી.આઈ.ડી.સી એસોસિએશન હોલ, વેરાવળ તેમજ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ – ઇન્ડિયન રેયોન, વેરાવળ ખાતે કંપનીના પ્રતિનિધિઓ અને વિવિધ કોન્ટ્રાક્ટરો ખાતે નોકરીદાતાઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી ડી.એ. પરમાર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ઇન્સ્પેકટર આર. એમ. વાઘ તથા પ્લેસમેન્ટ ઓફિસર કમ કાઉન્સેલર કે. એચ. રામ દ્વારા જી.આઇ.ડી.સી વેરાવળના ઉદ્યોગકારો અને નોકરીદાતાઓને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં યોજનાના લાભો, પ્રથમ વખત ઈપીએફઓમાં નોંધણી પામતા કર્મચારીઓને મળતી પ્રોત્સાહક સહાય તેમજ વધારાના રોજગાર સર્જન બદલ નોકરીદાતાઓને મળતા લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત નોકરીદાતાઓ, કંપનીના પ્રતિનિધિઓ તથા કોન્ટ્રાકટરોએ આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના દ્વારા રોજગાર સર્જન કરતા નોકરીદાતાઓને મળતા લાભો તેમજ તેમના કર્મચારીઓને થતા લાભોની માહિતી, શ્રમ કાયદાઓ અંગે યોજનાઓ અને કાયદાકીય જોગવાઈઓ અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી.

રિલેટેડ ન્યૂઝ