તાલાલા પંથકની સદી પુરાણી મીટર ગેજ રેલવે લાઈનનું બ્રોડગ્રેજમાં રૂપાંતરની માંગ

તાલુકાના સર્વપક્ષીય અગ્રણીઓ દ્વારા રેલ વિભાગને આવેદન

તાલાલા પંથકની સદી પુરાણી મીટર ગેજ રેલ્વે લાઈન નું આધુનિકરણ કરી બ્રોડગેજમાં રૂપાંતર કરવાની માંગણી સાથે તાલાલા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ચેમ્બર ઓફ કોમર્સ,તાલાલા પત્રકાર સંઘ તથા સર્વપક્ષીય અગ્રણીઓએ સંયુક્ત આવેદનપત્ર આપ્યું છે.
તાલાલા રેલવે સ્ટેશન અધિકારી મારફત ભાવનગર ડિવિઝન કાર્યાલયને મોકલેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ત્રણ જિલ્લાની જીવાદોરી સમાન સો વર્ષ જૂની મીટરગેજ રેલવે લાઈન જે અમરેલી થી વેરાવળ તેમજ જુનાગઢ થી દેલવાડા રાજાશાહી સમયથી રેલવે ચાલે છે.
ત્રણ જિલ્લાના વિકાસને ધ્યાને રાખી આ મીટરગેજ રેલ્વે લાઈન નું આધુનિકરણ કરવા કેન્દ્ર સરકારે 2017/18 માં રેલવે બજેટમાં મીટર ગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે અંદાજિત રૂ.1773.48 કરોડ ની ગ્રાન્ટ ફાળવેલ છે તેમ છતાં આજ સુધી ગેજ પરિવર્તન કરી બ્રોડગેજ ની કામગીરી શરૂ કરવામાં આવી નથી જે તાલાલા વિસ્તાર માટે અન્યાય છે..તાલાલા તાલુકાનાં સમસ્ત પ્રજાજનો વતી આવેદનપત્ર આપી કેન્દ્ર સરકારે ફાળવેલ ગ્રાન્ટ માંથી તાલાલા સહિતના ત્રણ જિલ્લાની જીવાદોરી સમાન મીટર ગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી તુરંત શરૂ કરવા માંગણી કરીએ છીએ.

રિલેટેડ ન્યૂઝ