જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેકસ વળતરની મુદતમાં 1 માસનો વધારો

સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા

જૂનાગઢ મનપાની સ્થાયી સમિતીની આજે મળેલી બેઠકમાં જનસુખાકારીના પ્રજાકિય સુખાકારીના કામો માટે નિર્ણય લેવામાં આવેલ હતા.
આજે જુનાગઢ મનપાની સ્થાયી સમિતિની એક બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલ હાઉસ ટેક્સ વળતર યોજના ચાલી રહી હોઈ, તેમાં એડવાન્સ પેયર્સને 10%, ઓનલાઈન ભરપાઈ કરનાર પેયર્સને 12% જેવું વળતર હાઉસટેક્સની રકમ પર મળે છે. તે યોજનાની મુદત તા.30/6/26 ના રોજ પુર્ણ થઇ રહી હોઈ, આ યોજનામાં 1 માસનો મુદ્દત વધારો આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કાર્યરત ઢોરના ડબ્બાના નામકરણ કરવા માટે સ્થાયી સમિતી ધ્વારા નામો સુચવવામાં આવેલ છે. જેમાં સુખનાથચોક ખાતે કાર્યરત ગૌશાળાને શ્રી ગિરનાર ગૌશાળા, ટોરેન્ટ ગેસ પાસે આવેલ જગ્યાને શ્રી ગોપાલ ગૌશાળા, ખામધ્રોળ રોડ પર આવેલ ગૌશાળા શ્રી કામધેનુ ગૌશાળા અને કાયાકલ્પ હોસ્પિટલ પાછળ આવેલ ગૌશાળાને શ્રી ગૌ ધામ ગૌશાળા એવા નામકરણ કરવાનો આજની બેઠકમાં નિર્ણય કરવામાં આવેલ હતો.
આ સાથે રાજયપાલ તથા રાજયસરકારના સંયુક્ત પ્રયાસોથી પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના અભિગમને સાર્થકતા મળે તે હેતુસર જૂનાગઢ મનપા હસ્તક આવેલ સરદારબાગ પાસે આવેલ સી.એમ.પાર્કની એક દુકાન ગુજરાત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન અને હંગામી વેંચાણ કેન્દ્ર ફાળવવાનો નિર્ણય કરવામાં આવેલ હતો.
આ ઉપરાંત મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા કુલ-112 સાઈટો પર લાયસન્સ ફ્રી વસુલ લઇ જુદા જુદા વિસ્તારોમાં યુનિફોંમલ હોર્ડીંગ્સ બોર્ડ એબીસી ઝોન અનુસાર તૈયાર કરાયેલ ટેન્ડરના નિયમો અને શરતો આજરોજની બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે.
આજે સ્થાયી સમિતીની બેઠક ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી, આ બેઠકમાં બાલા રાડા, અંકીત માવદીયા, વીનસ હદવાણી, વનરાજ સોલંકી, વિમલ જોષી, કુસુમબેન અકબરી, પ્રવિણ વાઘેલા, ઈલાબેન બાલસ, પ્રફુલ્લાબેન ખેરાળા, નિલેશ પીઠીયા સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિલેટેડ ન્યૂઝ