સંતો અને રાજકીય-સામાજિક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
જૂનાગઢના કર્મનિષ્ઠ અને લોકપ્રિય આગેવાન સ્વ. નારસિંહ પઢિયારની આઠમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રેડક્રોસ હોલ ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદની વચ્ચે પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી સ્વ. નારસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ કેમ્પમાં રક્તદાન કરનાર દરેક રક્તદાતાને પઢિયાર પરિવાર તરફથી એક સુંદર ભેટ આપવામાં આવી હતી. પુણ્યતિથિ નિમિતે પઢિયાર પરિવાર દ્વારા મયારામ આશ્રમ અને સામવેદ સંસ્કૃત પાઠશાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ ભૂદેવોને આદરપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર સેવાકીય પ્રકલ્પને સફળ બનાવવા માટે પઢિયાર પરિવારના મહેન્દ્રસિંહ, યોગી, નરેન્દ્રસિંહ અને જયસિંહએ ભારે જહેમત ઉઠાવી હતી
આ કેમ્પના દીપ પ્રાગટ્ય પ્રસંગે બિલનાથ મહાદેવ મંદિરના મહંત ગણેશાનંદ બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ તકે નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, ધારાસભ્ય સંજય કોરડીયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, મેયર ધર્મેશ પોશીયા, ડે. મેયર આકાશ કટારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા મનન અભાણી સરકારી વકીલ નિરવ પુરોહિત, કરશન ધડુક, જી.પી. કાઠી, કાળુ મહાસાગર, હરેશ પરસાણા સહિત શહેરના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વ. નારસિંહ પઢિયારની આઠમી વાર્ષિક પુણ્યતિથિ એ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
