ગંભીર ફોજદારી ગુનાની ફરિયાદ દાખલ કરવા બાબતમાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા

જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ

જૂનાગઢ રેન્જ અંતર્ગત ગંભીર ફોજદારી ગુનાઓ અંગે સ્પષ્ટ હકીકતો અને આધારભૂત દસ્તાવેજો ઉપલબ્ધ હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા એફ.આઈ.આર. નોંધવામાં ન આવતી હોવાની ગંભીર બાબત સામે આવી છે. કાયદાકીય જોગવાઈઓનું યોગ્ય પાલન ન થવાને કારણે પીડિતોને ન્યાય મેળવવામાં ભારે વિલંબ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.વર્ષ 2019 માં મંડળી બનાવવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો બનતો હોવા છતાં, તેમજ બોગસ રેકર્ડ ઊભા કરવા અને ઠગાઈ તથા વિશ્વાસઘાત અંગેની સ્પષ્ટ અરજી કરવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા સત્વરે એફ.આઈ.આર. નોંધવામાં આવેલ નથી. એફ.આઈ.આર. નોંધવામાં વિલંબ થવાથી પુરાવાઓ નષ્ટ થવાની, સાક્ષીઓને પ્રભાવિત કરવાની તથા આરોપીઓને કાયદાકીય કાર્યવાહીથી બચવાની શક્યતાઓ વધી જાય છે. માનનીય સર્વોચ્ચ અદાલતના સીમાચિહ્નરૂપ ચુકાદા કફહશફિં ઊીંળફશિ દ. ૠજ્ઞદયક્ષિળયક્ષિં જ્ઞર ઞિિંંફિ ઙફિમયતવ માં સ્પષ્ટપણે ઠરાવવામાં આવ્યું છે કે જ્યારે મળતી માહિતીમાંથી સંજ્ઞેય ગુનો બનતો હોવાનું સ્પષ્ટ થાય ત્યારે એફ.આઈ.આર. ની નોંધણી ફરજિયાત છે. પ્રાથમિક તપાસની મંજૂરી માત્ર મર્યાદિત અને અપવાદરૂપ પરિસ્થિતિઓમાં જ હોય છે. આમ છતાં, પોલીસ અધિકારીઓ દ્વારા કાયદાના નિયમોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
આ ગંભીર બાબતે માનનીય પોલીસ મહાનિરીક્ષક (રેન્જ આઈ.જી.), જૂનાગઢ રેન્જ સમક્ષ લેખિત રજૂઆત કરી નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે: તા. 02/07/2026 ની મૂળ લેખિત ફરિયાદ તથા દસ્તાવેજો તાત્કાલિક મંગાવી તપાસ કરાવવી. ફરિયાદમાં સંજ્ઞેય ગુનો બનતો જણાય તો તાત્કાલિક એફ.આઈ.આર. નોંધવાની સંબંધિત અધિકારીને સૂચના આપવી. ફરિયાદ ન નોંધવા માટે જવાબદાર અધિકારી/કર્મચારી સામે નિયમસર વિભાગીય અને દંડાત્મક કાર્યવાહી કરવી. તપાસ સ્થાનિક સ્તરે નિષ્પક્ષ ન થાય તો અન્ય યોગ્ય અને વરિષ્ઠ પોલીસ અધિકારીને સોંપવી. સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત અને ન્યાયિક પગલાં લેવામાં આવે તેવી ભારપૂર્વક માંગ કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ