પ્રક્રિયા તા. 7 થી 14 ઓગષ્ટ સુધી હાથ ધરવામાં આવશે
રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-2027 માટે આઈ.ટી.આઈ. પ્રવેશ પ્રક્રિયાના સમયપત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની સરકારી, અનુદાનિત તથા સ્વનિર્ભર આઈ.ટી.આઈ.માં ચોથા રાઉન્ડ હેઠળ ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા તા. 7/8/2026 થી તા. 14/8/2026 સુધી હાથ ધરવામાં આવશે.જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી આઈ.ટી.આઈ. જેમાં જૂનાગઢ, જૂનાગઢ (મહિલા), કેશોદ, માણાવદર, વંથલી, માળીયા હાટીના, માંગરોળ, ભેસાણ અને વિસાવદર ખાતે વિવિધ ટ્રેડમાં ખાલી રહેલી બેઠકો પર લાયક ઉમેદવારોને વહેલા તે પહેલા અને જે તે દિવસના મેરીટના ધોરણે પ્રવેશ મેળવી શકશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઈન નોંધણી કરાવેલી હોય અથવા નવા પ્રવેશ માટે પાત્ર હોય તેઓ જરૂરી મૂળ પ્રમાણપત્રો સાથે સંબંધિત આઈ.ટી.આઈ.નો સંપર્ક કરી નિર્ધારિત સમયમર્યાદામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરે તેવી અપીલ કરવામાં આવે છે. ખાલી બેઠકોની વિગત તથા વધુ માહિતી માટે ઉમેદવારો નજીકની સરકારી આઈ.ટી.આઈ. અથવા સત્તાવાર પ્રવેશ પોર્ટલ શશિંફમળશતતશજ્ઞક્ષ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પરથી માહિતી મેળવી શકે છે.
