ભાવ વધારો આપ્યા છતાં ઇડરના કોન્ટ્રાક્ટરે 4 વર્ષમાં કામ પુરૂં ન કરતા છેતરપિંડીનો ગુનો દાખલ
જૂનાગઢના જવાહર રોડ પર સ્થિત જૂના સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ગેટ નિર્માણ માટે ઇડરની કંટ્રકશન પેઢીને કામ સોંપ્યા બાદ, ભાવ વધારા સહિત રૂ. 1.51 કરોડ લઈ લીધા બાદ પણ 4 વર્ષે કામ પૂરું ના કરતા કંટ્રકશન કંપની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ થવા પામી છે.
શહેરના જવાહર રોડ પર સ્થિત જૂના સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ગેટ નિર્માણ માટે ઈડરની માંગલ્ય ટેમ્પલ પ્લાનિંગ એન્ડ ક્ધસ્ટ્રક્શન પેઢીના પ્રોપ્રાઈટર નંદીશભાઈ સોમપુરાને કોન્ટ્રાક્ટ અપાયો હતો, અને તે પેટે 4 વર્ષ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા કંટ્રકશન પેઢીને ચેક તથા રોકડ મારફતે અલગ અલગ સમયે કુલ રૂ. 1.51 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. આ રકમ લઈ લીધા છતાં, આરોપીને કરાર મુજબ વારંવાર રજૂઆતો અને ભાવવધારા આપવા છતાં કામ આગળ ના વધારતા મંદિર ટ્રસ્ટ દ્વારા કામ પૂરું કરવા અથવા એડવાન્સ લીધેલા નાણાં પરત આપવા અંગે કહેતાં આરોપી એ નાણાં પરત આપવાની ના પાડી દેતા, મંદિરના કોઠારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા ટ્રસ્ટ સાથે ક્ધસ્ટ્રક્શન પેઢીના પ્રોપ્રાઈટર નંદીશભાઈ સોમપુરા એ કરેલ વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે પોલીસમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવતા, પોલીસે આરોપી સામે ગુન્હો દાખલ કરી, કાર્યવાહી હાથ ધરી છે.
