જૂનાગઢ એસઓજીએ આરોપીને રાજસ્થાન – દિલ્હી હાઈવે પરથી દબોચી લીધો
જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે રૂ. 188 કરોડના જુનાગઢ સાયબર ફ્રોડ અને રૂ. 163 કરોડના પોરબંદર સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા મુખ્ય સૂત્રધાર નૈતિક પરેશભાઈ માવાણી (ઉં.વ. 32, રહે. મુંબઈ/બેંગ્લોર)ને રાજસ્થાન – દિલ્હી હાઈવે પરથી દબોચી લઈ જૂનાગઢ લાવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી નૈતિક પરેશભાઈ માવાણીએ સહ-આરોપીઓ સાથે મળીને બોગસ પેઢીઓ અને 22 બેંક ખાતાઓ ખોલાવીને કરોડો રૂપિયાના ઓનલાઈન ટ્રાન્સફર તથા ગેરકાયદેસર વ્યવહારો કર્યા હતા. અને આ આરોપી છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો હતો, અને પોલીસ તેને પકડી પાડવા પ્રયત્નશીલ હતી, ત્યારે ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી બેંગ્લોરથી દિલ્હી જઈ રહ્યો હોવાની માહિતી મળતા જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે આરોપીને દબોચી લઈ, જૂનાગઢ લાવી કાયદેસરની કાર્યવાહી કરી, વધુ તપાસ હાથ ધરી છે.
