જૂનાગઢ બી ડિવિઝન પોલીસે શહેર માંથી સાયકલ ચોરી કરતા એક શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરતા આરોપી એ 9 સાયકલ ચોરીની કરી કબૂલાત કરતા પોલીસે રૂ. 45 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં સાયકલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જે સંદર્ભે પીઆઈ. વી.વી. વાંગરના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી ફટેજ, નેત્રમ શાખાના કેમેરા અને હ્યુમન સોર્સિસની મદદથી મળેલ બાતમીના આધારે ગૌતમ મહેશભાઈ લાઠીયા (રહે. બાપુનગર, જોષીપુરા, જૂનાગઢ) ને ચોરીમાં ગયેલ સાયકલ સાથે પકડી પાડી, કડક પૂછપરછ કરતા આરોપીએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી અન્ય 8 સાયકલોની પણ ચોરી કરી હોવાની કબૂલાત આપતા, પોલીસે ફૂલ રૂપિયા 45,000 ની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની 9 સાયકલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
