સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ દરોડો પાડી 1015 પેટી દારૂ પકડી પાડતા પોલીસ બેડામાં ફફડાટ
જુનાગઢની સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગરની સ્ટેટ મોનેટરીંગ સેલ એ ભેસાણ પંથકમાં દારૂ અંગે દરોડો પાડી રૂ. 1.22 કરોડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતા પોલીસ બેડાંમાં ફફડાટ મચી જવા પામ્યો છે, બીજી બાજુ દારૂના બુટલેગરોમાં ભયનો માહોલ ફેલાયો છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાતના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી જી.એસ મલિક દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવા અને કાયદેસરની કાર્યવાહી કરવા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એ.આઈ. એસ.વી.ગળચર અને તેની ટીમ એ આજે સવારે ભેસાણ તાલુકાના ઉમરાળી ગામે પ્રકાશ ધુશાભાઇ ખુમાણના ફાર્મ હાઉસ ખાતે રેઈડ કરી, રૂ. 1,22,20,967 ની કિંમતની ભારતીય બનાવટના દારૂ અને બીયરની1015 પેટી (બોટલ નંગ-26,519) નો જથ્થો પકડી પાડ્યો હતો.આ દરોડા દરમિયાન પોલીસે પ્રકાશ ધુશાભાઇ ખુમાન (રહે. ધારી ગુંદારી રોડ, ઉમરાળી ગામ, તા. ભેસાણ, જી, જુનાગઢ) તથા જયવિર ધુશાભાઇ ખુમાન (રહે. ધારી ગુંદારી રોડ, ઉમરાળી ગામ, તા. ભેસાણ, જી. જુનાગઢ) ને ઝડપી લઇ, 3 વાહન, 3 મોબાઇલ ફોન તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 1,53,47,467 નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. જ્યારે આરોપીઓ રવિરાજ દાનભાઇ ખાચર (રહે.હાલ જેતપુર, જિ.રાજકોટ), જયેન્દ્ર જીલુભાઇ બસીયા (રહે. અમરનગર, જેતપુર, જિ.રાજકોટ) શિવરાજસિંહ મદનસિંહ શેખાવત (રહે. ગળપાદર, ગાંધીધામ) રવિરાજ ઉર્ફે ઘુઘો ભીમભાઇ ધાંધલ રહે. ઢોળવા, તા.ભેસાણ, જિ.જુનાગઢ) પૃથ્વી ઉર્ફે ભૈકો ધાંધલ (રહે. ધોળવા, તા. ભેસાણ, જિ. જુનાગઢ) મિત (રહે. ભેંસાણ, જિ. જુનાગઢ) રાહુલ વાળા (રહે. ગુંદાળી, તા. ભેસાણ જિ. જુનાગઢ) શન્ની (રહે, જેતપુર, જિ, રાજકોટ) તથા પકડાયેલ વાહનોના માલીક અને ચાલક સહીત અન્ય 05 મળી કુલ 15 આરોપીઓને ફરાર જાહેર કરી, તમામ સામે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
ઘણા પોલીસ કર્મીઓના તપેલા ચડી જશે : આ દરોડાનો રેલો ઘણાને નડશે
વેચાણ પંથકમાં આજે એસએમસીએ પાડેલા દારૂ અંગેના દરોડોમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડતા જુનાગઢના પોલીસે કર્મીઓ સામે કડક પગલા ભરવામાં આવશે તો બીજી બાજુ આ પકડાયેલા દારૂનો રેલો ક્યાં સુધી પહોંચશે તે તો આગામી દિવસોમાં હાથ ધરાનારી પોલીસે તપાસ બાદ જાણવા મળશે જો કે હાલમાં તો કુલ 15 આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે અને એસએમસીના દરોડા બાદ 13 આરોપીઓને પકડી પાડી તપાસ કરવાની કામગીરી હવે જુનાગઢ પોલીસના ભાગે આવી છે.
તાજેતરમાં જ ભેસાણ પીઆઇ તરીકે ચાર્જ સંભાળ્યો અને એસએમસીએ મોટો દરોડો પાડ્યો
તાજેતરમાં જે જિલ્લા પોલીસે વડા દ્વારા જિલ્લાના 17 પોલીસ અધિકારીઓ અને કર્મીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં ભેસાણના પીઆઇ તરીકે તાજેતરમાં જ ગગનીયાની બદલી કરાઈ હતી અને તેઓ જુનાગઢ તાલુકા પોલીસમાં ફરજ બજાવી આબાદ હાલમાં જ ભેસાણ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો. અને ગણતરીના દિવસોમાં જ તેના તાર 12ના પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એસએમસીએ દરોડો પાડી કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડ્યો છે.
