નવરાત્રીના પ્રારંભ પહેલા જ જૂનાગઢની વેલકમ નવરાત્રીમાં મારામારીની ઘટનાએ ચકચાર મચાવી છે. કેશોદના એક યુવક પર જૂનાગઢમાં હુમલો થયાની ઘટના સામે આવી છે, જેના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. તે સાથે હુમલાનો ભોગ બનેલ યુવક કેશોદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થતા, પોલીસે યુવકનું નિવેદન લઈને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ કેશોદના યુવાનો ગત રાત્રે જૂનાગઢ ખલીલપુર ચોકડી પાસે આવેલ ગોલ્ડન ફાર્મ ખાતે યોજાયેલી થનગનાટ વેલકમ નવરાત્રીમાં ગયા હતા. ત્યાં કેશોદના યુવક સુઝલભાઈ પ્રાણભાઈ રાઠોડ પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરી મારામારી કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠયા હતા. આ ઘટના બાદ આયોજકો દ્વારા 112 પર કોલ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને પક્ષના યુવાનોને જૂનાગઢ સી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક પૂછપરછ બાદ મામલો થાળે પાડવામાં આવ્યો હતો. બાદમાં કેશોદના યુવક સુઝલભાઈ રાઠોડને અસહ્ય દુખાવો થતા તેને કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અને હુમલાનો ભોગ બનેલા સુઝલભાઈ પ્રાણભાઈ રાઠોડે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યા મુજબ, ગોલ્ડન ફાર્મ થનગનાટ વેલકમ નવરાત્રીમાં તેમને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી માર મારવામાં આવ્યો હતો. અને જણાવ્યું હતું કે, આ મારામારીના વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં નવરાત્રીના ગ્રાઉન્ડમાં જ ઘર્ષણ થતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ બનાવ અંગે જુનાગઢ સી-ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદી સુઝલભાઈ રાઠોડનું નિવેદન નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારામારી થવા પાછળનું ચોક્કસ કારણ શું છે ? તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
રિલેટેડ ન્યૂઝ
-
બામણાસા ઘેડમાં આર્મીમેને કરેલા હુમલામાં ઘાયલ વૃધ્ધનું સારવારમાં મોત
બનાવ હત્યામાં પલટાયો: કેશોદ પોલીસે ખૂનની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી કેશોદના બામણાસા ઘેડ ગામે... -
ગીર સોમનાથ જિલ્લામાં અપૂરતા વરસાદથી 50 હજાર ટન શેરડી ઘાસચારામાં ગઈ
શેરડી-ગોળ ઉત્પાદક ખેડૂતોના મહત્વના નિર્ણયો માટે બેઠક મળી ગીર સોમનાથ જિલ્લા શેરડી તથા ગોળ ઉત્પાદક ખેડૂત... -
વાડલા ગીરના જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘુસેલા પાંચ ઝડપાયા
વન વિભાગે આંકોલવાડી ગીરના પાંચ શખ્સો પાસેથી રૂ. 1.25 લાખનો દંડ વસુલ્યો કે તાલાલા તાલુકાનાં આંકોલવાડી...
