લાંબા સમયથી ઝુડવડલીમાં સિંહે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યુ
ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોનું ઘર છે અને આ વિસ્તાર માં કાયમી સિંહો નો વસવાટ જોવા મળે છે ગત રાત્રીના એક સિંહ ત્રણ સીંહણ અને બે સિંહબાળ શિકારની શોધ માં આવી પહોંચ્યા હતા અને ગાયનું મારણ કરી મિજબાની માણી હતી અને ઉના સહિત ના આજુ બાજુના ગામના લોકો સિંહ દર્શન કરવા પહોંચ્યા ગયેલ ઝુડવડલી માં સિંહ નું વિચરણ સામાન્ય બની ગયેલ છે પણ ધોળે દિવસે સિંહ આવી જાય અને એ પણ ઘર આંગણે એ ચિંતાનો વિષય છે આજે બપોર ના સમયે ધોધમાર વરસતા વરસાદમાં ઝુડવડલી ગામની સીમમાં આવેલ મુન્નાભાઈ દોમડીયાની વાડીના મકાનની અગાસી પર આ સિંહ પરિવાર વરસતા વરસાદ માં ભીંજાતો જોવા મળ્યો હતો અને આરામથી અગાસીની પાળી પર બેસેલ ત્યારે વાડી માલિક મુન્નાભાઈ અચાનક વાડી એ પહોચતા અને સિંહ અગાસી પર હોવાની જાણ થતા પોતાનું ખેતર નું કામ પણ કરેલ નહીં અને ઘર આંગણે સિંહ દર્શન કરેલ આ અદભુત દ્રશ્યો તેમણે પોતાના મોબાઇલ માં કેદ કર્યા હતા કલાકો સુધી અગાસીમાં સિંહ પરિવાર જાણે કે વરસાદનો આનંદ માણતા જોવા મળ્યા હતા અને વાડી માલિક આ મોંઘેરા મહેમાન વાડીની અગાસીમાંથી નીચે ઉતરે તેમની રાહ જોતા બેસી રહ્યા હતા.ખેતરમાં કામ કરતા શ્રમિકો પર પણ જાણે સિંહ નજર રાખીને બેસી ગયેલ હોય તેમ અગાસી ની પારાપેટ પર બેસેલ જોવા મળતા હતા આ સમગ્ર દ્રશ્યો વાડી માલિકે તેમના મોબાઇલ માં કેદ કર્યા હતા.
