જૂનાગઢની નોબલ યુનિવર્સિટી- GUJCOST વચ્ચે એમ.ઓ.યુ. થયા

નોબલ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે સંશોધન, નવીનતા અને બૌદ્ધિક સંપદા અધિકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (આઈપી) સેલની સ્થાપના કરવામાં આવી છે. યુનિવર્સિટીના વિદ્યઅ
ાર્થીઓ, સંશોધકો અને ફેકલ્ટી સભ્યોમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (આઈપીઆર) અંગે જાગૃતિ વધારવા તેમજ નવીન સંશોધન અને પેટન્ટિંગને પ્રોત્સાહન આપવા માટે આઈપી સેલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
નોબલ યુનિવર્સિટી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ૠઞઉંઈઘજઝ), ગાંધીનગર વચ્ચે થયેલા ખઘઞ અંતર્ગત આઈપી સેલની વિવિધ પ્રવૃત્તિઓના આયોજન અને અમલીકરણ માટે સીડ મની ફાળવવામાં આવી છે. ૠઞઉંઈઘજઝ દ્વારા સત્તાવાર પત્ર મારફતે નોબલ યુનિવર્સિટીના હિતમાં આ નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી છે.
આઈપી સેલના માધ્યમથી યુનિવર્સિટીમાં પેટન્ટ, કોપિરાઈટ, ટ્રેડમાર્ક, ડિઝાઈન તેમજ અન્ય બૌદ્ધિક સંપદા અધિકારો અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમો, સેમિનાર, વર્કશોપ, તાલીમ કાર્યક્રમો અને કેપેસિટી બિલ્ડિંગ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવશે. આઈપી સેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સંશોધકોને તેમના નવીન વિચારો, સંશોધન પરિણામો અને ટેક્નોલોજીકલ નવીનતાઓને બૌદ્ધિક સંપદા તરીકે સુરક્ષિત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવાનો છે. આ ઉપરાંત, સંશોધનમાંથી પેટન્ટ અને અન્ય બૌદ્ધિક સંપદાના સર્જનને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ સાથે ૠઞઉંઈઘજઝ દ્વારા આપવામાં આવેલી આ નાણાકીય સહાય નોબલ યુનિવર્સિટી ખાતે રિસર્ચ, ઈનોવેશન અને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ માટે મજબૂત ઈકોસિસ્ટમ વિકસાવવામાં મહત્વપૂર્ણ સહયોગરૂપ બનશે.
આ સિદ્ધિ બદલ નોબલ યુનિવર્સિટીના પ્રમુખ ડો. નિલેશભાઈ ધૂલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા તેમજ કુલપતિ ડો. એચ.એન. ખેર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેમ સંસ્થાના રજિસ્ટ્રાર અને ડીન ડો. જય તલાટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ