નવરાત્રીની વસ્તુઓ ખરીદવા લોકો ઉમટ્યા
જૂનાગઢમાં ઝાંસીની સર્કલ પાસે પ્રી-નવરાત્રીના ભાગરૂપે રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની તથા જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી આયોજિત સરસ મેળામાં સ્વસહાય જૂથ-સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ મળી રહેશે. શનિવારથી શરૂ થયેલો આ સરસ મેળો 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મેળો સવારે 10:00 કલાકથી સાંજના 10:00 કલાક સુધી ખુલ્લો રહેશે. આ પાંચ દિવસીય સરસ મેળાને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી લીનાબેન વિપુલભાઈ કાવાણીએ વિધિવત્ રીતે ખુલ્લો મૂક્યો હતો. આ સરસ મેળામાં 30 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ ઉપરાંત અમદાવાદ, અમરેલી, પોરબંદર, મહેસાણા, ભાવનગર જિલ્લાના સખી મંડળની બહેનો પોતાના દ્વારા ઉત્પાદિત હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પંચગવ્ય, ઇમિટેશન, લેડીઝવેર, ગૃહ સુશોભન, ફરસાણ સહિતની વસ્તુઓનું વેચાણ કરી રહ્યાં છે. નવરાત્રી વસ્તુઓ ખરીદવા લોકો ઉમટી પડ્યાં હતા.
