પીધેલાઓ, વિદેશી અને દેશી દારૂના જથ્થા સાથે અનેક આરોપીઓ ઝડપાયા
જૂનાગઢના જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સૂચના અંતર્ગત શહેર તેમજ સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસે વ્યાપક કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધરીને દારૂના વેચાણ તથા સેવન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે.
જૂનાગઢ શહેરના એ, બી અને સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ તથા દારૂ પીધેલી હાલતમાં લોકો ઝડપાયા છે. એ ડિવિઝન પોલીસે ફૂલીયા હનુમાન ગલીમાંથી ધર્મેશ વાઘેલાને 6 લિટર દેશી દારૂ અને દોલતપરામાંથી બાબુભાઇ સાગઠીયાને 10 લિટર દારૂ સાથે ઝડપી લીધા છે. બી ડિવિઝન પોલીસે કાળવા ચોકમાંથી રવીભાઇ મકવાણા અને ઝાંઝરડા ચોકડી પરથી દીપક ખેરને પીધેલી હાલતમાં પકડ્યા છે. સી ડિવિઝન પોલીસ એ રામનિવાસ પાસેથી ધીરૂ બાંભણીયા 1 લિટર દારૂ સાથે ઝડપાયો છે, જ્યારે પાઠકના નાકેથી ભરત ભીલવાડ, પાઠક નગરથી મુકેશ વાઘેલા, સરદાર ચોકમાંથી જયેશભાઇ સોલંકી અને આગાખાન લાઇબ્રેરી પાસેથી તુષાર નિમાવત દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વંથલીના નાંદરખી ગામે મકાનમાંથી રામાભાઇ ભારાઇ પાસેથી ચંડીગઢ બ્રાન્ડ વિદેશી દારૂની 12 બોટલ પકડી પાડી છે. વંથલીના દિલાવર નગરમાંથી સલમાન લાડક 10 લિટર દેશી દારૂ સાથે ઝબ્બે થયો છે. વિસાવદરમાં કાલસારી ગામે કિશોર મેરના મકાનમાંથી 5 લિટર, કેશોદના મંગલપુર પાદરમાંથી હમીરભાઇ રાઠોડ 5 લિટર, કારેજ પાસેથી મોહનભાઇ સોલંકી 1 લિટર અને માંગરોળ મરીન પોલીસ દ્વારા પંજાબ વિસ્તારમાંથી પરષોતમભાઇ ગોસીયા 1 લિટર દેશી દારૂ સાથે પકડાયા છે. જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામે ભુપતસિંહ ભાટી 4 લિટર દારૂ મૂકી ફરાર થયો હતો.
આ ઉપરાંત, મેંદરડા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં દારૂ પીને બકવાટ કરતો બાલુભાઇ રાણવા પકડાયો છે. બિલખાના નાગ્રેચા શેરીમાંથી વનરાજભાઇ સરવૈયા અને ઉમરાળા રોડ પરથી અવેશભાઇ મોઢીયા ઝડપાયા છે. બાંટવાના દેશીંગા બસ સ્ટેન્ડ પાસેથી કિશોરભાઇ ઉર્ફે મુન્નો ચિત્રોડા તથા નાથાભાઇ પરમાર અને માંગરોળ બંદર નવી ગોદીમાંથી રવિભાઇ ભાદ્રેચા દારૂ પીધેલી હાલતમાં પકડાતા તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
