વિસાવદરના માંડાવડમાંથી જુગાર રમતા 12 ઝડપાયા

પોલીસે રૂ.10.11 લાખનો મુદામાલ કબ્જે કર્યો

વિસાવદર પોલીસે તાલુકાના માંડાવડ ગામે જુગાર અંગે દરોડો પાડી, જુગાર રમતા 12 ઇસમોને પકડી પાડી, રૂ. 10.11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરતા જુગાર પ્રેમીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. વિસાવદર પોલીસે જુગારની પ્રવૃત્તિઓ ડામી દેવા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે માંડાવડ ચોકડી પાસે આવેલ પતારાના ગોડાઉનમાં કીરીટભાઈ અખેણીયા જુગારનો અખાડો ચલાવે છે. આ બાતમી આધારે પોલીસે દરોડો પાડી,. આરોપીઓ કીરીટભાઈ હીંમતભાઈ અખેણીયા , દિલીપભાઈ રવજીભાઈ રંગાણી , દિપકભાઈ જીતુભાઈ પારેખ ,મૂળચંદભાઈ નેલચંદભાઈ ગંજીયાની,કમલેશભાઈ જીલુભાઈ ધાધલ, કલ્પેશભાઈ રસિકભાઈ ખોડા , આનંદભાઈ મનસુખભાઈ અંદરપીયા, નરેશભાઈ ભેરૂમલભાઈ ધનવાણી, પરેશભાઈ ચુનીભાઈ પંડ્યા, સુરેશભાઇ પ્રેમાનંદભાઇ ગોપલાણી, રાજુભાઇ અમરૂભાઇ મોરડીયા તથા અજયભાઈ મહેન્દ્રભાઈ ગુર્જરને જુગાર રમતા ઝડપી પાડી, પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 1,31,890 તથા 3 વાહનો મળી કુલ રૂ. 10,11,890 નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ