પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો
10% ઇન્સેટિવ રિબેટની મુદત 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ: વ્યાજ માફી યોજનાની મુદત 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવીજૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. બી.જી. ચૈતરિયા તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ ડી.પી. ભાટીની ટીમે વર્ષ 2002ના છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લીધો છે. પ્રાપ્ત વિગતો મુજબ, એએસઆઈ ઉમેશચંદ્ર વેગડા, કોન્સ્ટેબલ રાજદીપસિંહ વાઘેલા અને દિવ્યેશકુમાર ડાભીને મળેલી ચોક્કસ બાતમી તેમજ ટેકનિકલ સોર્સ આધારે ટીમે મહારાષ્ટ્રના વિરાર ખાતે દરોડો પાડયો હતો. જ્યાંથી આરોપી જયપ્રકાશ વૃજલાલ વલેચા (ઉં.વ. પર, રહે. વિરાર, મહારાષ્ટ્ર / મૂળ જૂનાગઢ) ને દબોચી લઈ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
