પીપાવાવ કોસ્ટગાર્ડમાં ફરજ બજાવતા નાવિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જૂનાગઢ વતનમાંથી રજા પરથી પરત આવ્યા બાદ અંતિમ પગલું ભર્યું : કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી

પીપાવાવ ખાતે કોસ્ટગાર્ડમાં ફરજ બજાવતા અને ઉત્તમ નાવિક તરીકે ફરજ બજાવતા અને મૂળ જૂનાગઢના વતની ધાર્મિક કોટડિયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પીપાવાવ પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ જૂનાગઢના વતની ધાર્મિક કોટડિયા પીપાવાવ ખાતે કોસ્ટગાર્ડમાં ઉત્તમ નાવિક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ જૂનાગઢ ખાતે રજા ગાળ્યા બાદ પીપાવાવ પરત આવ્યા હતા. દરમિયાન તેમણે ગળેફાંસો ખાઈ લેતાં ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તથા સંબંધિત તંત્રના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.બનાવની જાણ પીપાવાવ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ધાર્મિક કોટડિયાએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. બનાવને પગલે કોસ્ટગાર્ડમાં ફરજ બજાવતા સાથી કર્મચારીઓ તેમજ મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.

રિલેટેડ ન્યૂઝ