સાસણ ગીર હોમ સ્ટે એસોસિએશને ગાંધીનગર ખાતે વનમંત્રીને આવેદનપત્ર આપ્યું
વિશ્વ પ્રસિદ્ધ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એશિયાઈ સિંહોનું અંતિમ આશ્રયસ્થાન ઉપરાંત ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ અને સ્થાનિક રોજગારીનો મુખ્ય આધાર પણ છે…ગીર વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રનો વધુ વિકાસ કરવા તેમજ પ્રવાસીઓની સુવિધા વધારવા સાસણગીર હોમસ્ટે એસોસિએશને માંગણી કરી છે.
ગાંધીનગર ખાતે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ને મળેલ એસોસિએશન નાં પદાધિકારીઓએ આપેલ આવેદનપત્રમાં સાસણગીર પ્રવાસન ઉદ્યોગને યુ.પી.આઈ ઉપરના ટેક્સ-ચાર્જમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે…સાસણગીર પ્રવાસન સ્થળમાં પ્રવાસીઓને સવલત અને વધુ આકર્ષણ ઊભું થાય માટે સાસણગીર અને સતાધાર વચ્ચે દોડતી ટ્રેન પોતે જ એક અદભુત કુદરતી અને પ્રવાસન અનુભવ છે.આ ટ્રેન સર્વિસ ને રેલ જંગલ સફારી તરીકે બ્રાન્ડ કરી સાસણગીર અને આસપાસના મુખ્ય સ્થળો ઉપર ટ્રેનના સમય પત્રકના મોટા વિઝ્યુઅલ હોર્ડિંગ્સ(જાહેરાતના બોર્ડ)લગાવી પ્રવાસીઓમાં પ્રચાર કરવા માંગણી કરી હતી…આ ઉપરાંત કાળી મંદિર ની પાછળ આવેલ સાંગોદ્રા ખાતે રિવરફ્રન્ટ વિકસાવવું જોઈએ.આ સ્થળ જંગલના કોર એરીયાથી દૂર હોવાથી ત્યાં પહોંચવું સરળ છે અને તેનાથી પર્યાવરણને નુકસાન થશે નહીં…દેવળિયા સફારી પાર્ક ખાતે મગર ઉછેર કેન્દ્ર તથા રેસ્ક્યુ સેન્ટર પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવે તો પ્રવાસીઓને વન્યજીવ જીવન અને મગર સંરક્ષણ વિશે ઉપયોગી જાણકારી મળશે તથા પ્રવાસીઓ માટે દેવળિયા એક વધુ આકર્ષક પોઇન્ટ તરીકે ઉમેરાશે…
પર્યાવરણને નુકસાન થાય નહીં તે રીતે સફારી ઝોનમાં અને મુખ્ય ટુરિસ્ટ પોઈન્ટ વચ્ચે ઈલેક્ટ્રીક ઇકો બસો અને પર્યાવરણપૂરક સુવિધાઓને પ્રોત્સાહન આપવા તથા વિદેશી પ્રવાસીઓ માટે વિશેષ તત્કાલ પરમિટની સુવિધા શરૂ કરવી જોઈએ…આ પ્રીમિયમ દર વસૂલાતથી રાજ્ય માટે વિદેશી હુંડિયામણની પણ સારી તકો ઊભી થશે…સાસણગીર હોમ સ્ટે એસોસિએશને સકારાત્મક વિચારણા કરી યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્રના અંતમાં વન મંત્રી સમક્ષ માંગણી કરી છે. વન મંત્રીને મળેલ પ્રતિનિધિ મંડળમાં સંસ્થાના પ્રમુખ હસમુખભાઈ ગધેસરિયા તથા પદાધિકારીઓ જોડાયા હતાં.
