જૂનાગઢમાં બેન્ક કર્મીની ઓળખ આપી ગઠીયાએ ઓનલાઇન 51 હજાર ઉપાડી લીધા

સાયબર ક્રાઇમની ત્રણ ફરીયાદ નોંધાતા ચકચાર
મહિલાનો મોબાઇલ હેક કરી ગઠીયાએ ખાતામાંથી 1.50 લાખ ઉપાડયા

કોઈ ભેજાબાજ ગઠિયા દ્વારા ઇ ચલણ ડોટ એપીકે નામથી લોકોના પૈસા પોતાને સરળતાથી મળી રહે તે સારૂ લોકોને ઠગવાના ઈરાદે એપ્લીકેશન બનાવી, જામકંડોરણાના એક બેંક ગ્રાહકના રૂ. 6.72 લાખ બેંક માંથી ઉસેડી લીધા હોવાની સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ સાથે વંથલી પોલીસમાં અને જુનાગઢ સી ડિવિઝન પોલીસમાં પણ ઓનલાઇન છેતરપિંડી અને ચોરીની અલગ અલગ ફરિયાદ નોંધાતા પોલીસે સાયબર ગઠિયાઓને પકડી પાડવા તપાસ આદરી છે.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ વલ્લ્ભભાઇ રૂપાવટીયા (ઉવ.38) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીના બનેવીને જયેશભાઇ જશમતભાઇ કોયાણી (રહે જામકંડોરણા, જી રાજકોટ)નાં મોબાઇલ નંબર પર અજાણ્યા વોટસએપ નંબર 7371854640 ધારક દ્વારા ઇ ચલણ ડોટ એપીકે નામથી લોકોના પૈસા પોતાને સરળતાથી મળી રહે તે સારૂ લોકોને ઠગવાના ઈરાદે એપ્લીકેશન બનાવી તે ફાઈલ ફરીયાદીના મોબાઇલમાં ડાઉનલોડ થતા ફરીયાદીના એસ.બી.આઇ. બેન્કના એકાઉન્ટ માથી અલગ અલગ બેન્ક ખાતામાં અલગ અલગ ટ્રાન્ઝેકશનો દ્વારા કુલ મળી કુલ રૂ. 6,72,461 ટ્રાન્સફર કરી, ઇલેક્ટ્રોનીક માધ્યમ દ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપીંડી કરેલ હોવાથી ઉપરોક્ત બેંક એકાઉન્ટ ધારકો તથા મોબાઇલ નંબરોનો જે તે વખતે ઉપયોગ કરનાર અજાણી વ્યકિતએ ઓનલાઇન નાંણાંકીય છેતરપીંડી કરી ગુન્હો કર્યા આચરેલ છે.
ફરિયાદી શૈલેષભાઇ વલ્લ્ભભાઇ રૂપાવટીયાની ફરિયાદના આધારે જૂનાગઢ સાયબર પોલીસના ઇ.ચા.પો.ઇન્સ. એ.બી. ચૌધરી દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
મૂળ વેરાવળના વાવડી આદ્રી ગામના રહેવાસી અને હાલમાં વાડલા ફાટક, રોયલ ટાઉનશીપમાં રહેતા કલ્પેશભાઇ સરમણભાઇ સોલંકી આહિર (ઉ.વ.30) ને અજાણ્યા મો. 8881650247 ઉપરથી ફોન આવેલ અને એક્સીસ બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપી, વિશ્વાસમાં લઇ ક્રેડિટ કાર્ડના રીવર પોઇન્ટ ના રૂ. 6002 જમા છે તે ઉપયોગ કરવા માટે પ્રોસેસ કરાવી તેમના ઉપરી અધિકારીને ફોન ટ્રાસ્ફર કરી, પંદર સેક્ધડ ફોન હોલ્ટ રાખી, બાદ આ અજાણ્યા વ્યક્તિએ ફરીયાદીના વોટ્સેપ પરની લીંક મોકલી લીંક ગુગલ ક્રોમમાં ખોલાવી રીવર પોઇન્ટ ઓપ્સન ઉપર કીલ્ક કરાવી ફરીયાદીને લીંકમાં ક્રેડીંટ કાર્ડ નંબર નખાવી ઘઝઙ મંગાવી ક્રેડિટ કાર્ડમાંથી રૂ.51,000 ઉપાડી લઇ ઓનલાઇન નાણાકિય છેતરપીંડી કરી ગુન્હો કર્યા અંગેની વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જૂનાગઢના મોનાર્ક રેસીડેન્સી બી, રાયજીનગરમાં રહેતા પુજાબેન વા/ઓ હિરેનભાઇ પ્રવીણભાઇ વાઢેર (ઉ.વ.32) નો મોબાઇલ કોઈપણ અજાણ્યા આરોપી દ્વારા કોઇપણ રીતે હેક કરી રૂ 60,000 તથા રૂ 90,000 એમ કુલ રૂ 1,50,000 નુ ઓનલાઇન ટ્રાન્જેકશન કરી, જે રૂપીયા ફરીયાદીને પરત નહી મળી આવી ફરીયાદી સાથે ઓનલાઈન નાણાકીય ચોરી કરી ગુન્હો કર્યા અંગેની સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

રિલેટેડ ન્યૂઝ