મેંદરડા ગ્રામ પંચાયતની કચેરીમાં ટેકાના ભાવે ખરીદી માટે 252 ખેડૂતોની નોંધણી સંપન્ન કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકો જેવા કે મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.
સામાન્ય દિવસોમાં ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત રહેતા હોવાથી મેંદરડા ગ્રામ પંચાયતે ખેડૂતોની સુવિધા માટે એક પ્રશંસનીય નિર્ણય લીધો છે. કચેરીને શનિવાર-રવિવાર સહિતની જાહેર રજાઓમાં તેમજ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી ખુલ્લી રાખીને રજીસ્ટ્રેશન ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં 252 જેટલા ખેડૂતોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે 150થી વધુ ખેડૂતોની નોંધણી હાલ પ્રક્રિયા હેઠળ છે. ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભા ન રહેવું પડે તે માટે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે અને વારા મુજબ ફોન કરીને બોલાવવામાં આવે છે.
સરપંચ જે. ડી. ખાવડુ અને ઉપ સરપંચ ચંદ્રેશભાઈ ખૂંટના માર્ગદર્શન હેઠળ તલાટી મંત્રી રમેશભાઈ ડાકી, મંત્રી વિપુલ ભાઈ પરમાર, વીસીઈ.અલ્પેશ ઘેલાણી તથા સમગ્ર સહયોગી સ્ટાફ દ્વારા 7/12, 8-અ અને વાવેતર પાણીપત્રક સહિતના દસ્તાવેજોની ચકાસણી કરી ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે.
