રાપર શહેરના દુબરીયા વાડી વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં 25 વર્ષીય યુવાનનું મોત નિપજતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. માત્ર છાશ માંગવા જેવી નજીવી બાબતે થયેલા વિવાદમાં એક અજાણ્યા શખ્સે યુવાન પર જીવલેણ હુમલો કરી દેતા પિતાની નજર સામે ષ સામે પુત્રની ઘાતકી હત્યા 4‘ક હોવાનો બનાવ આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ રાપ રમાં રહેતો મહેબુબ રિયાસત અલી ઠુબરીયા વાડી વિસ્તારમાં આવેલી ચિકન બિરયાનીની દુકાનમાં કામ કરતો હતો. દુકાનમાં તેના પિતા અને નાનો ભાઈ પુણ નોકરી કરતા હતા. ગુરુવારે મોડી સાંજે દુકાને જમવા આવેલા એક ગ્રાહક સાથે છાશ માંગવા મુદ્દે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતો વિવાદ બાદમાં ઉગ્ર બન્યો હતો. આરોપી ઉશ્કેરાઈ દુકાનમાં ઘૂસી ગયો હતો અને મહેબુબ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ દુકાન અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ મહેબૂબને તાત્કાલિક રાપર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે સામખિયાળી લઈ જવાની તૈયારી દરમિયાન રસ્તામાં જ તેનું મોત નીપજયું હતું. આ ઘટનાની જાણ થતાં રાપર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દુકાન તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાપર પીઆઈ આર.એલ. ઘટાણાના માર્ગદર્શન પોલીસની અલગ-અલગ ટીમો ફરાર આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે. આ ઘટનાના પગલે દુબરીયા વાડી વિસ્તારમાં ભય અને શોકનો માહોલ ફેલાયો હતો, જ્યારે હોસ્પિટલ અને ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. માત્ર છાશ જેવી સામાન્ય બાબતે યુવાનનો જીવ જૂતાં સમગ્ર શહેરમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.
રિલેટેડ ન્યૂઝ
-
આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રિ મોનસુન એક્ટિવીટી: 23મીથી ધબધબાટી
જુનાગઢ, અમરેલી, બોટાદ સહિતના શહેરમાં એક ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી રાજ્યમાં 21, 22, 23 અને... -
ઓનલાઈન દવા વેચાણનો વિરોધ: સૌરાષ્ટ્ર-કચ્છના 6500 મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ
ઈ-ફાર્મસીના કારણે બજારમાં ડુપ્લીકેટ દવાનું બેફામ વેચાણ સરકારની બેધારી નીતિ સામે કેમિસ્ટ એસોસીએશનનો ઠેર ઠેર વિરોધ... -
સૌરાષ્ટ્ર-કચ્છની 33 સહિત રાજ્યની 84 નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની જાહેરાત
સૌરાષ્ટ્ર-કચ્છની 18 નગરપાલિકામાં પ્રમુખ પદે મહિલા સુકાન સંભાળશે : ઠેર ઠેર વરણીને વધાવાઈ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની...
