અંજારના મેઘપર-કુંભારડીમાં 3.98 લાખના હાઈબ્રીડ ગાંજા સાથે એક ઝડપાયો

પોલીસની પ્રાથમિક પુછપરછમાં જામનગરના સપ્લાયરનું નામ ખુલ્યું

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નોદ્રાસ ઈન ઈસ્ટ કચ્છ હેઠળ ડ્રગ્સના દુષણને ડામવા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અંજારના મેઘપર-કુંભારડી ગામે મકાનમાંથી 3.98 લાખના હાઈબ્રીડ ગાંજા સાથે ભચાઉના પેડલરને ઝડપી લેવામાં આવ્યો છે પોલીસની પ્રાથમિક પુછપરછમાં જામનગરના સપ્લાયરનું નામ ખુલતા પોલીસે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
મળી હતી કે મેઘપર-કુંભારડી સ્થિત રામેશ્વરનગર રેસીડન્સીમાં રહેતો રોહિત હીરજીભાઈ તુરી પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે હાઇબ્રિડ ગાંજો રાખી સવારના સમયે વેચાણ કરવા જવાનો છે.નનઆ બાતમીના આધારે પોલીસે મકાન નં. 15 ખાતે દરોડો પાડતા રોહિત હીરજીભાઈ તુરી (ઉ.વ. 21)ને સ્થળ પરથી ઝડપી પાડયો હતો. આરોપી મૂળ ભચાઉ તાલુકાના આધોઈ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તપાસ તપાસ દરમિયાન પોલીસ આરોપીના કબજામાંથી 111.1 ગ્રામ હાઈડ્રોપોનિક (હાઇબ્રિડ) ગાંજો, ચાર પ્લાસ્ટિકની કોથળીઓ, એક મોબાઈલ ફ્રોન અને પાનકાર્ડ સહિત કુલ 3,98,850નો મુદામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જામનગરનો ’લકકી’ નામનો શખ્સ આ ગેરકાયદેસર માદક પદાર્થ સપ્લાય કરતો હોવાનું સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.નનઆ બનાવ અંગે અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11993 00326 1030/2026 હેઠળ ગઉઙજ અભિ-ં1985ની કલમ 8 (સી), 20(બી)(એ) અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. ઝાને સોંપવામાં આવી છે. પકડાયેલ આરોપી રોહિત હીરજીભાઈ તુરી હાલ મેઘપર-કુંભારડી ખાતે રહે છે જયારે તેના મૂળ વતન આધોઈ (તા. ભચાઉ) છે. સમગ્ર કાર્યવાહી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ