રેતીનું લીઝ એકાઉન્ટ ખોલવા રૂા.50 હજારની લાંચ માગી’તી
છેલ્લા થલ્લા સમયથી કચ્છમાં ખનિજ ચોરીનો મુદ્દો ચર્ચામાં છે. ખાસ કરીને અભડાસા, લખપત, નખત્રાણા, ખાવડા સહિતના વિસ્તારમાં વ્યાપક બયિં ટોપ વગર એવા ખનીજ ખાતા દ્વારા નક્કર પગલા ભરવામાં આવતા નથી. ગ્રાંત અધિકારી, માહુલતપર તારા સપાટો બોલાવાઈ રહ્યો છે. તેવામાં એસીબીએ ભુજ ખાણ ખનીજ વિભાગના કર્મચારી અને વચેટીયાને 50 હજારની લાંચ લેતા લાંચ લેતા ઝડપી લેતા વહીવટદારોમાં હડકંપ મચી ગયો છે.
ભાબતે જાણવા મળતી વિગતો મુજબ અરજદારની મંજુર થયેલી રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ લોક થઈ ગયું હતું. વહીવટી પ્રક્રિયા પ્રમાણે બિનજનું વહન કરવા માટે રોયલ્ટી પાસ જનરેટ કરવા એકાઉન્ટ અનણાંક હોવું જરૂરી છે. જેથી તેનો પોતાનું લોક થયેલું એકાઉન્ટ અનલોક કરવા માટે ભુજ કલેક્ટર કચેરીમાં આવેલ ખાણ ખનીજની કચેરીમાં અરજી કરવા અહીં કરાર આધારીત આઈટી એકઝીકયુટીવી તરીકે ફરજ બજાવતા આરોપી 30 વર્ષિય છનીશ નીતિનભાઈ આચાર્યે લાંચની માંગણી કરી હતી. લીઝ એકાઉન્ટ અનલોક કરી આપવા માટે પણ હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. ફરિયાદીએ આ બાબતે એસીબીને જાણ કરી હતી. ખાસ ખનિજની કચેરીમાં અરજી તૈયાર કરવાનું કામ કરતા ખાનગી વ્યક્તિ આશિષ કાલુભાઈ આચવડીયાને આપ પણભાઈ આવડીયાને એરોપ્લેન સર્કલ પાસે જોશી દહીવડા સેન્ટર નજીક લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. લાંચની રકમ આપવાનું નક્કી થતા હરીયાદીએ રકમ આપી અને એસીબીએ છટકું ગોઠવી જીનીશ અને આશિષને ઝડપી લીધા હતા.
એસીબીના ડીવાયએસપી કે.એચ. ગોબિલના માર્ગદર્શનમાં પીઆઈ બી.એન. મોઢવાડીયાએ ગોઠવી હતી. હાલ એસીબી દ્વારા બર્મને ઝાપી કોર્ટમાં રજુ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ઓફીસ અને ઘરની ઝડતી સાથે અન્ય કેટલા લોકો પાસેથી લાંચની રકમ સ્વીકારી છે? આ રકમ કોને આપવાની હતી ? અન્ય ઘેલ લેણ સંડોવાયેલું છે? તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ખુદ કલેક્ટર કચેરી દ્વારા વધેટીયાઓ પર પ્રતિબંધનું જાહેરનામું અમલમાં તા મુકવામાં આવ્યું છે અને ત્યાં જ આવેલી ખાણ ખનીજની ઓફીસમાં વચ્ચેટીયાઓ ભૂમિકા ભજવી રાહ્યા છે. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. કરાર આધારીત સામાન્ય પગારદાર કર્મચારી 50 હજાર રૂપિયાની લાંચ માંગે તે મોટી બાબત કહેવાય. માત્ર લોક થયેલું એકાઉન્ટ અનલોક કરવા માટે આ રકમ માંગવામાં આવી હતી અને તે પણ કરાર આધારીત કર્મચારી દ્વારા… આ વાત ગળે ઉતરે તેમ નથી, ખનીજ વિભાગમાં નવી લીઝ, રોયલ્ટી પાસ, ઓવરલોડ, જીપીએસ મશીન, ખાડાની માપણી, ફેન્સીંગ સહિત અનેક પ્રકારની કામગીરી કરવાની થતી હોય છે ત્યારે અન્ય કામગીરીનો શું ભાવ હશે? તેનો અંદાજો લગાવી શકાય. એક કરાર આધારીત કર્મચારી દ્વારા લાંચ માંગવામાં આવે અને મામલો એસીબી સુધી પહોંચ્યો તો ખરેખર શાખાના વડા સુધી ફરિયાદો તો પહોંચી જ હશે! વિભાગના વડાએ કેમ કરાર આધારીત કર્મચારીઓ સામે પગલા ન ભર્યા કરાર આધારીત કર્મચારીઓમાં આટલી મોટી લાંચ લેવાની હિંમત કવાથી આવી? તેની તપાસ પણ થવી જોઈએ અને શાખાના વડાનું પલ એસીમી દ્વારા પાછયું લેવામાં આવે તો લાંચની રકમમાંથી અત્યાર સુધી કેટલી મિલ્કના વસાવી છે? કોને કોને ભાગ પહોંચે છે. તે સમિતની બાબતો સામે આવે તેમ છે.
