કચ્છમાં ગામડામાં ચોરી કરતી ચડ્ડીધારી ગેંગ ઝડપાઇ

પકડાય નહી તે માટે શરીરે તેલ લગાવતી, ગુગલ મેપનો આધાર લેતા! મધ્યપ્રદેશમાં ઇનામી આરોપી સહીત પાંચ પકડાયા

અબડાસામાં વાયોર પાસે આવેલી સિમેન્ટ કંપનીની કોલોનીઓ તેમજ કોઠારા, પધ્ધર, માંડવી સહિતના વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપતી ચડ્ડી ગેંગના પાંચ સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે. અબડાસામાં તુતરા ફાટક પાસે એલસીબીએ કાર્યવાહી કરીને ચડી ગેંગના લીડર સહિતના આરોપીઓને દબોચી લીધા હતા. આ બાબતે એલસીબી પીઆઈ એ. એમ. મકવાણાએ માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વધતા હોઈ અઠવાડિયાથી દિવસ – રાત એક કરીને અલગ અલગ તાલુકાઓમાં 200 થી વધુ સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન એએસઆઈ પ્રકૃ જાડેજા અને સુનીલ પરમારને બાતમી મળી કે, મધ્યપ્રદેશનો માનીયો તેની ગેંગના માણસો અને અટિંગા ગાડીથી માંડવીથી નલિયા આવે છે, જેથી તુતરા ફાટક પાસે એલર્ટ મોડમાં રહીને છે પહેલા જ દબોચી લેવામાં આવ્યો હતો. કુલ્લ પાંચ સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં મુખ્ય આરોપી મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો માનસિંહ ઉર્ફે માનીયો બાયસિંહ મોહનીયા છે તેની ઉપર ઈનામ પણ જાહેર થયેલા છે. આ સિવિય તેના સાગરીતોમાં દિનેશ ભેરુલાલ ચૌહાણ, સ્વરૂપસિંહ ભંગુસિંહ અલાબા, શકરું બનસિંહ આમલીયારા, મહોબત છેડુ મંડલોઈને ઝડપી લેવાયા છે. તેઓ પાસેથી ગાડીમાંથી રોકડા છ લાખ, લોખંડના ગણેશીયા, પાનુ, કટર, ડીસમીસ સહિતનું મુદ્દમાલ કબજે કરવામાં આવ્યા હતો. આરોપીઓની પુછપરછ કરતા તેઓ અર્ટીગા ગાડીથી મહારાષ્ટ્રથી આવ્યા હોવાની અને અબડાસા વિસ્તારમાં ચોરી કરવાની ફિરાકમાં હોવાની કબુલાત આપી હતી. 20 દિવસ અગાઉ વાયોર, કોઠારા, નલિયા વિસ્તારમાં ચિત્ર અંજામ આપીને ગયા હતા. બીજી વખત ચોરી કરવા માટે આવ્યા અને પકડાઈ ગયા હતા. પશ્ચિમ કચ્છમાં થયેલી 8 ચોરીની કબુલાત આપવામાં આવી હતી. તેમજ અન્ય રાજયોની કરેલી ચોરીની કબુલાત પણ આપી હતી.
આયોજનબદ્ધ ચોરી, ડ્રાઈવર ગાડીમાં તૈયાર જ બેઠો હોય
આરોપીઓ એકદમ આયોજનબદ્ધ રીતે ચોરી કરતા હતા. તેઓ દર વખતે મધ્યપ્રદેશથી પોતાની અલગ અલગ ગાડીઓમાં આવે અને ખાસ કરીને હાઈવે રોડ તેમજ ગુગલ મેપ પરથી ટાઉનશીપ અથવા મોટી ફેકટરીની કોલોની તેમજ પોશ વિસ્તારને ટાર્ગેટ બનાવતા હતા. પહેલા લોકેશન સેટ કરી આજુબાજુ બાવળની ઝાડીઓમાં ચારથી પાંચ કલાક છુપાઈ રહેતા અને નજીકમાં રોડ પર વાહન રાખી ડ્રાઈવરને ટાઈમ આપીને લોકેશન પર જતા હતા. ચોરી કરવા માટે ગેંગના માણસો શરીરે ફક્ત ચડ્ડી પહેરતા અને મોઢા પર રૂમાલ બાંધીને જતા, તેમજ આખા શરીરે તેલ લગાવતા જેથી કોઈ પકડવાની કોશિષ કરે તો તેલના કારણે છટકી જાય તેમજ પોતાની પાસે રહેલ લોખંડનો ગણેશીયો મારતા જરા પણ ખચકાતા નથી. દાગીના અને રોકડની ચોરી કરી લોકેશન પર ભેગા થાય અને ત્યાં ડ્રાઈવર તૈયાર જ હોય અને સીધા વતન ભાગી જતા હતા. તેમજ ચોરેલો મુદ્દામાલ ગાડીમાં ગુપ્ત ખાનામાં છુપાવીને રાખતા હતા. જેથી રસ્તામાં ચેકીંગ દરમ્યાન પણ પકડાય નહીં.
ચોરેલા દાગીના વતનમાં જઈને સોનીને વેચતા
ચડ્ડીગેંગના સાગરીતો દાગીનાની ચોરી કરીને વતનમાં ભાગી જતા બાદમાં તેઓના ધાર જિલ્લામાં સંજય પ્યારસિંહ આમલિયારા અને જાંબુઆ જિલ્લામાં ગૌરાંગ ગજેન્દ્ર જૈન નામના સોનીને દાગીના આપી દેતા અને જે રૂપિયા મળે તેમાંથી ભાગ પાડતા હતા.

રિલેટેડ ન્યૂઝ