મોરબી માળીયા હાઇવે પર કન્ટેનર પાછળ બાઇક અથડાતા પોતાનાં લગ્નની ખરીદીમાં જતાં યુવકનું મોત

નવાગામના પરિવારમાં ભારે શોક છવાયો
મોરબી માળીયા હાઇવે રોડ પર એક ટ્રક ચાલકે પોતાનું ક્ધટેનર ભયંકર અકસ્માત સર્જાય તેમ રોડ ઉપર મૂકી દેતા પાછળથી આવતી મોટરસાઈકલ ધડાકાભેર કંન્ટેનર સાથે અથડાતા મોરબી લગ્નની ખરીદી કરવા જઇ રહેલ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકનાં કાકાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, માળીયાનાં નવાગામ ખાતે રહેતા અલીમાહમદ રસુલભાઇ જેડાનો ભત્રીજો સાહીલ રહેમાનભાઇ જેડા ગત તા-16/11/2023 ના બપોરના સમયે મોરબી લગ્નની ખરીદી કરવા જતો હોય દરમિયાન મોરબી માળીયા હાઇવે રોડ ક્રિષ્ના આઇ માતા હોટલથી આગળ રોડ વચ્ચે ૠઉં-12-ઇડ-0073 નંબરનાં કંન્ટેનરનાં ચાલકે પોતાનું ટ્રક કંન્ટેનર સરેઆમ જાહેર રોડ ઉપર આવતા જતા ટ્રાફીકને અડચણ રૂપ તેમજ ભયંકર અકસ્માત સર્જાય તેમ ભયજનક રીતે મુકી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી નિષ્કાળજી રાખી ટ્રક કંન્ટેનરની આગળ પાછળ યોગ્ય અંતરે કોઇપણ પ્રકારના લાઇટના સિગ્નલો કે ભય સુચક સંકેતો કે કોઇપણ પ્રકારની આડશ નહીં રાખતા ટ્રક કંન્ટેનરની પાછળના ઠાઠાના ભાગે યુવકનું મોટરસાઈકલ અથડાતા વાહન અકસ્માત થતા યુવકને કપાડાનાં ભાગે તથા ડાબા હાથમા તથા પગમા ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ